રાજકોટ
News of Saturday, 25th May 2019

જૈન સોશ્યલ ક્રિએટીવ ગ્રુપ દ્વારા 'ફનફેર'

તા. ૮ જુનથી ત્રણ દિવસીય આયોજનઃ મહિલાઓ ગૃહ ઉદ્યોગની વસ્તુઓ પ્રદર્શીત કરશે

રાજકોટ, તા., રપઃ જૈન સોશ્યલ ક્રિએટીવ ગૃપ દ્વારા ઓપન રાજકોટના બહેનો માટે એક સુંદર ફનફેરનું આયોજન કરવામાં આવેલ તા. ૮-૬-ર૦૧૯ થી તા.૧૦-૬-ર૦૧૯ એમ ત્રણ દિવસ માટે રાખવામાં આવેલ એકઝીબીશન કમ સેલ ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ રાજકોટ ખાતે રાખેલ છે. કોઇ પણ જ્ઞાતિના બહેનો ભાગ લઇ શકશે.

સંસ્થાના પ્રમુખ પ્રફુલાબેન મહેતા તથા દરેક કમીટી મેમ્બર્સનો એક જ ધ્યેય છે કે બહેનોને કેમ આગળ આવવાની તક મળે. અત્યારે સખત મોંઘવારીને પહોંચી વળવા માટે બહેનો ઘેર બેઠા ગૃહ ઉદ્યોગ કરે છે પણ તેની કોઇને જાણ નથી હોતી તેવા હેતુથી બહેનો આગળ આવવા માટે એક પ્લેટફોર્મ મળે.

ફનફેરમાં ઉદ્યોગ કરતા હોય જેમ કે ડ્રેસ, કુર્તી, સાડી, ચણીયા ચોલી, ઇમીટેશન, સુકા નાસ્તા, પાપડ, ખાખરા, અથાણા, સરબત, હેન્ડીક્રાફટ વગેરે જે બહેનો ઉદ્યોગ કરતા હોય તે તમામ ભાગ લઇ શકશે પણ દરેક સ્ટોલ માટે બુકીંગ કરાવવું ફરજીયાત છે.

બુકીંગ વહેલા તે પહેલાના ધોરણે રાખવામાં આવે છે. બુકીંગ તા.રપ થી તા.૩૦ મે એમ ૬ દિવસ રહેશે.

ફનફેરમાં ભાગ લેવા માટે સ્ટોલ ચાર્જ ત્રણ દિવસનો ટોકન ચાર્જ રૂ. ૧૦૦૦ રાખેલ છે. સાથે સ્ટોલ ડેકોરેશન માટે લક્કી ડ્રો રાખેલ તેમાં વિજેતાને કિંમતી વસ્તુ રૂપે ઇનામ આપામાં આવશે. કુલ ૧૧ લક્કી ડ્રો રાખેલ છે.

તા.૮ ના દીપ પ્રાગટય કરી ફનફેરને ખુલ્લો મુકવામાં આવશે. ફનફેર સ્ટોલનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૮.૩૦ સુધીનો રહેશે. જેથી બહેનો પુરેપુરો લાભ લઇ શકશે.

બુકીંગ માટે મનોજ ગીફટ કાલાવડ રોડ મો. ૯૮ર૪૧ ૧૪૪૩૯. પ્રમુખ પ્રફુલાબેન મહેતા મો. ૯૪ર૮૮ ૯૦ર૭૭ આફ્રિકા કોલોની, મીનાબેન વસા મો. ૯૪ર૮ર પપ૩૦૩ બાલમુકુંદ રોડ, બિદુબેન મહેતા મો. ૯૭૩૭૮ ૭પ૭૪૦ દિવાનપરા, કલ્પનાબેન પારેખ મો. ૯૪ર૪પ ૭૯૮૪૯ વાણીયાવાડી ખાતે સવારે ૧૦ થી ૧ર સાંજે પ થી ૭ માં સંપર્ક કરવા જણાવેલ છે.

ફોર્મ મેળવવા ન્યુ જાગનાથ મેઇન રોડ સ્વાગત ચુડીદાર ડ્રેસની બાજુમાં સંપર્ક કરવા જણાવાયું છે.

કમીટીમાં પ્રફુલાબેન મહેતા-પ્રમુખ, મીનાબેન વસા-મંત્રી, બીંદુબેન મહેતા-ઉપપ્રમુખ, ઇન્દીરાબેન ઉદાણી-સહમંત્રી, કલ્પનાબેન પારેખ-એડવાઇઝર, દર્શનાબેન મહેતા-જો.મંત્રી, પ્રીતીબેન ગાંધી કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહયા છે.

(3:44 pm IST)