રાજકોટ
News of Saturday, 25th May 2019

''સૂર સંગમ'' દ્વારા કાલે રવિવારે સંગીતનો કાર્યક્રમ

રાજકોટઃ જાણીતી સંગીત સંસ્થા ''સૂર સંગમ'' મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સ્થાપિત ''સૂર સંગમ'' કરાઓકે ટ્રેનીંગ એકેડમીના સ્ટુડન્ટનો કરાઓકે ટ્રેક ઉપર જુના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આજે તા.૨૫ના શનિવારે ઈવનીંગ પોસ્ટ, સીનીયર સીીટીઝન્સ પાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે તથા ''સૂર સંગમ'' મ્યુઝીકલ ગ્રુપ દ્વારા વર્ષનો બીજો, કરાઓકે ટ્રેક ઉપર સંગીતનો કાર્યક્રમ તા.૨૬ રવિવારે ઉપરના જ સ્થળે રાખેલ છે. ''સૂર સંગમ'' સંગીત સંસ્થા નવોદિત / ઉભરતા ગાયક કલાકારોનેગાવાની તાલીમ આપીને, યોગ્યતાના ધોરણે સ્ટેજ/ પ્લેટફોર્મ પૂરૃં પાડવા હંમેશા કટીબધ્ધ રહે છે. સંસ્થા છેલ્લા બાર વર્ષથી સંગીતના કાર્યક્રમો વિનામૂલ્યે યોજીને સંગીત રસીકોને ભરપુર મનોરંજન પુરૃં પાડી રહે છે, આ માટે સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરાંત સંસ્થા દ્વારા નવલા નજરાણા રૂપે ''સ્પોકન ઈંગ્લીશ''ના કલાસ તથા ''યોગ''નાં કલાસ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે, સંસ્થાના, કારાઓકે ટ્રેનીંગ કલાસમાં, સ્પોકન ઈંગ્લીશના કલાસમાં તથા યોગના કલાસમાં જોડાવા તથા વિશેષ માહિતી માટે સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ, મો.૮૭૮૦૮ ૦૮૨૬૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)