રાજકોટ
News of Saturday, 25th May 2019

ચુનારાવાડના ટ્રેકટર ચોકમાં સ્હેજ વાહન અડી જતાં અરબાઝને તલવાર - છરાના ઘા ઝીંકાયા

ઘાંચીવાડના ૧૯ વર્ષના અરબાઝ પર સુનીલ ઉર્ફ કાયડી, વિલાસ અને દિપક ઉર્ફ દિપો તુટી પડયાઃ મિત્ર દિલાવરને ધોલપાટઃ રાત્રે બંને નમાઝ પઢયા બાદ ચા પીવા જવા નીકળ્યાને હુમલો થયો

રાજકોટ તા. ૨૫: શહેરના ચુનારાવાડ ચોકના ટ્રેકટર ચોકમાં રાત્રીના નવી ઘાંચીવાડના મુસ્લિમ યુવાન પર ત્રણ શખ્સોએ   સ્હેજ વાહન અડી જવા જેવી બાબતે   તલવાર-છરાથી હુમલો કરી ઇજા કરતાં  તેમજ તેના મિત્રને ઢીકા-પાટુનો માર મારી   માથે જતાં બંનેને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી ત્રણેયની   શોધખોળ હાથ ધરી છે.

 જાણવા મળ્યા મુજબ નવી ઘાંચીવાડ  ૨માં જીલ્લા ગાર્ડન ચોક પાસે રહેતો  અરબાઝ અલ્તાફભાઇ દોઢીયા (ઉ.૧૯)  અને તેનો મિત્રદિલાવર રાત્રેરમઝાનમાસની  નમાઝ પઢ્યા બાદ એકસેસ પર બેસી ચા  પીવા જવા નીકળ્યા ત્યારે ટ્રેકટર ચોકમાં સામેથી આવતાં સુનિલ ઉર્ફ કાયડી નામના  શખ્સના વાહનને સ્ટેજ એકસેસ અડી જતાં સુનિલ તથા સાથેના વિકાસ અને દિપક ઉફે દિપાએ ઝઘડો કરી ગાળો દીધી હતી.

 બાદમાં સુનિલે પોતાના બાઇકમાંથી તલવાર કાઢી માથામાં જમણી બાજુ એક ઘા ઝીંકી દઇ તેમજ જમણી આંખ પાસે પણ ઇજા કરી હતી. તેમજ ઢીંકો મારી દીધા બાદ વિલાસે નેફામાંથી છરો કાઢી સાથળના ભાગે અને પડખાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતાં. મિત્ર દિલાવર છોડાવવા વચ્ચે  પડતાં તેને પણ ગડદાપાટુનો માર મારી  જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ  હતી. ગંભીર ઇજાગ્રસ્ત અરબાઝને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળાના પીએસઆઇ કે. કે. પરમારે તેની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(3:39 pm IST)