રાજકોટ
News of Saturday, 25th May 2019

રૂખડીયાપરાના ફત્તેદીનખાન પર ચંદ્રેશનગરમાં રિક્ષા ભાડા પ્રશ્ને હુમલો

રાજકોટ તા. ૨૫: રૂખડીયાપરામાં રહેતાં ફત્તેદીનખાન ઇબ્રાહીમખાન પઠાણ (ઉ.૨૭) નામના રિક્ષા ચાલકને રાત્રીના અગિયારેક વાગ્યે ચંદ્રેશ નગર મેઇન રોડ પર બેકબોન શોપીંગ સેન્ટર પાસે અજાણ્યા શખ્સોએ મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને હોસ્પિટલે ખસેડનારા ફિરોઝભાઇના કહેવા મુજબ રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા અજાણ્યા શખ્સોએ ભાડા પ્રશ્ને ઝઘડો કરી મારકુટ કરી હતી.

 

(3:31 pm IST)