રાજકોટ
News of Saturday, 25th May 2019

ગોવિંદનગરમાં ભરત લાવડીયાએ પૈસા આપવાની ના પાડતા રાહુલ ડાંગરે છરી ઝીંકી

કારણ વગર પૈસાની માગણી કરી રાહુલ ડાંગરે, ભરત લાવડીયાને છરી ઝીંકી દીધી

રાજકોટ તા ૨૫  :  કોઠારિયા રોડ પર ગોવિંદનગર  મેઇન રોડ પર કારણ વગર આહીર યુવાન પાસે પૈસા માગતા આહીર શખ્સે છરી વડે હુમલો કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ, યોગેશ્વર ચોક  આર.એમ.સી. કવાટરની બાજુમાં રહેતા ભરતભાઇ ભીમાભાઇ લાવડીયા (ઉ.વ.૪૨) ગઇકાલે પોતે મિત્ર રાહુલ ડાંગર (રહે. ન્યુકેદારનાથ સોસાયટી શેરી નં.૬, કોઠારીયા રોડ) બંને ગોવિંદનગર મેઇન રોડ ના છેડે આવેલ વિક્રમ પાન પાસે ઉભા હતા ત્યારે રાહુલ ડાંગરે તેની પાસે કારણ વગર વાપરવાના પૈસા માગતા ભરતભાઇએ પૈસા આપવાની ના પાડતા રાહુલ એકદમ ઉશ્કેરાઇને ગાળો  દઇ ઝઘડો  કરી  નેફામાંથી છરી કાઢી ભરતભાઇને પીઠના ભાગે ઝીંકી દીધી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, અને ભરતભાઇને  તેના  મિત્રોએ તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી. કોડીયાતરે રાહુલ ડાંગર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(3:31 pm IST)