રાજકોટ
News of Saturday, 25th May 2019

હુડકો ચોક પાસે બે બાઇક સામસામે ભટકાતા વિપુલ સારદીયાનું મોત

સામેથી આવતા બાઇક ચાલકે સાઇડ આપ્યા વગર વણાંક લેતા અકસ્માત સર્જાયો

રાજકોટ તા ૨૫  : કોઠારીયા રોડ, હુડકો ચોક પાસે સામેથી આવતા બાઇક ચાલકે ઓચીંતા જમણીબાજુ વણાંક લેતા બીજા બાઇક સાથે ભટકાતા કોળી યુવાનનું મોત નિપજયું હતું, જયારે તેના સાળાને સારવાર માટ ેખસેડાયો છે.

મળતી  વિગત મુજબ નદી પાસે આવેલા વેલનાથ પરામાં રહેતો વિજય મનસુખભાઇ સારદીયા (ઉ.વ.૨૭) ગઇકાલ ેપોતાનું જીજે-૩ઇબી-૩૭૯૧ નંબરનું બાઇક લઇને સાળા વિપુલ સાથે સોરઠીયાવાડીથી પોતાના ઘરે જતા હતા ત્યારે કોઠારિયા રોડ પર હુડકો ચોક પાસે ફાયર બ્રિગેડની સામે પહોંચતા સામેથી જીજે-૩ એએસ-૬૮૧૮ નંબરના બાઇક ચાલકે સામેથી પુરઝડપે આવી સાઇડ આપ્યા વગર જમણી બાજુ વણાંક લેતા બંને બાઇક ભટકાતા વિપુલ અને તેનો સાળો વિજય ફંગોળાઇ જતા બંનેને ઇજા થઇ હતી.  બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં વિપુલ સારદીયાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક વિપુલભાઇના પિતા રોણકી ગામમાં કેશુભાઇ પટેલની વાડીમાં મજુરી કામ કરે છે, તે ત્રણ ભાઇમાં નાનો હતો, તે તેના બે પુત્ર અને પત્ની સાથે બે માસ પહેલા રાજકોટ ખોખડદળ નદી પાસે વેલનાથ પરામાં રહેતો હતો. બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.બી. ડોડીયાતર સહિતે સ્થળ પર પહોંચી જીજે-૩-એએસ-૬૮૧૮ નંબરના બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)