રાજકોટ
News of Saturday, 25th May 2019

સુરત જેવી ઘટના રાજકોટમાં ન થાય તે માટે તકેદારી દાખવોઃ વાલી મંડળ

રાજકોટઃ તા.૨૫, સુરતના કોચીંગ કલાસીસમાં થયેલ કાળજુ કંપાવી નાખનાર બનાવને પૂર્વ ડેપ્યુટી મેયર અને મુખ્ય સંયોજક જાગૃત વાલી મંડળના સર્વશ્રી મોહનભાઇ સોજીત્રા, વિનોદભાઇ લાબડીયા, નયનભાઇ કોઠારી, રાજુભાઇ કીયાડા, ઇશ્વરદાસ કાપડી અને ગજેન્દ્રસિંહ ઝાલાએ વખોડીકાઢી દુઃખ વ્યકત કરેલ છે.

રાજકોટમાં જ ટયુશન કલાસ, ખાનગી શાળાઓ અને અનેક રહેણાંક બીલ્ડીંગોમાં દાદરા નીચેજ ઇલેકટ્રીક મીટરો અને એ.સી.ના મશીનો ફીટ કરેલા હોય છે. જે આગ સમયે રસ્તો જ બંધ થઇ જતા આવી દુર્ઘટનામાં લોકો મોતના ખપ્પરમાં હોમાય છે. આની માટે તંત્ર જ જવાબદાર છે. રાજકોટ મહાનગર પાલીકા નોટીસ આપી ને કે સીલ કરીને આઠ દિવસ કામગીરી કર્યાનો સંતોષ લેવાને બદલે બીલ્ડીંગના ગેરકાયદેસર બાંધકામ અને શાળા ટયુશન કલાસીસ સહિત સહિતના તમામ અગાસીમાં ઉભા થયેલ બાંધકામ તોડી પાડીને દ્રષ્ટાંતરૂપ કામગીરી કરવાની તેઓએ માંગણી ઉઠાવી છે.

(3:25 pm IST)