રાજકોટ
News of Saturday, 25th May 2019

રાજકોટમાં આશરો લઈ રહેલ કચ્છની ગાયોને જીવદયા ગ્રુપ દ્વારા કાલે ૨૫૦૦૦ કિલો ઘાસ અર્પણ થશે

જૈન મહિલા અગ્રણી વસંતબેન મોદીની પ્રથમ પૂણ્યતિથી નિમિત્તે પૂણ્યકાર્યનો પ્રેરક સંકલ્પ

રાજકોટ,તા.૨૫: કચ્છથી રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ન્યારાના પાટીયા પાસે આશરે લેવા આવેલ ગૌ માતાઓને ૨૫૦૦૦ કિલો ઘાસ અર્પણનો પ્રેરણારૂપ કાર્યક્રમ જીવદયા ગ્રુપ દ્વારા કાલે તા.૨૬ના રવિવારે આયોજીત કરાયો છે.

'અકિલા' ખાતે આ કાર્યક્રમની વિગતો વર્ણવતા જીવદયા ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટીયા પાસે છેલ્લા નવ માસથી કચ્છથી આવેલ ૨૦૦૦થી વધુ ગૌ માતાઓ અને ૧૦૦ જેટલા માલધારીઓ ઘાસનાં અભાવે પાણીની તકલીફને કારણે રાજકોમાં આશરે લઈ અને સુખી સંપન્ન દાતાઓ અને જીવદયાપ્રેમીઓ રોજનું આશરે ૧ લાખ રૂપિયા જેટલું ઘાસચારો આપી રહ્યા છે.

રાજકોટનાં જૈન મહિલા અગ્રણી પ્રખર જીવદયાપ્રેમી વસંતબેન એન.મોદીની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે મોદી પરિવાર તથા જીવદયાગ્રુપનાં સેવા સારથીઓ અને જંકશન પ્લોટ સ્થા.જૈન સંઘ તરફથી ૨૦ હજાર કીલો ઘાસ અર્પણ કરવાનો કાર્યક્રમ કાલે રવિવારે સવારે ૭:૩૦ કલાક ન્યારા ગામનાં પાટિયા પાસે, જામનગર રોડ ખાતે તથા ૨૫૧ મણ એટલે કે ૫૦૦૦ કીલો મોટા વડાળા ગૌશાળાની ગાયોને પણ અર્પણ કરવામાં આવશે.

આ કાર્યમાં બી.એ.પી.એસ.નાં પૂજય અપૂર્વમુની સ્વામી ઉપસ્થિત રહી કાર્યકરો અને અબોલ જીવોને આર્શીવચન પાઠવશે. આ ઉપરાંત રાજકોટ લોકસભાનાં નવનિર્વાચીન સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ચેરમેન રાષ્ટ્રીય કામધેનું આયોગનાં ડો.વલ્લભભાઈ કથીરીયા, પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ, ગ્રામ્ય પોલીસ વિભાગનાં સુપ્રીટેન્ડન્ટ બલરામ મીણા, સિવિલ હોસ્પીટલનાં અધિક્ષક મનીષભાઈ મહેતા, ડીન ડો.ગૌવરીબેન ધ્રુવ અને જૈન સમાજનાં અગ્રણી નીતિનભાઈ કામદાર ઉપસ્થિત રહી અબોલ જીવોને ઘાસચારો અર્પણ કરશે.

આ કાર્ય માટે જીવદયા ગ્રુપનાં ઉપેનભાઈ મોદી (મો.૯૮૨૪૦ ૪૩૧૪૩)નાં માર્ગદર્શન હેઠળ સંધ્યાબેન મોદી, ભીખુભાઈ ભરવાડા, નીરવ સંઘવી (મો.૯૮૨૫૬ ૩૦૬૦૫), હર્ષદ મહેતા, હીતેશ દોશી, અમીતભાઈ દેસાઈ, પારસ મોદી, ભરત બોરડીયા, રમેશ દોમડીયા, પ્રકાશ મોદી, હીરેન કામદાર, સમીર કામદાર, વિરેન્દ્ર સંઘવી, રાજુ મોદી, વસંતભાઈ કામદાર, ઋષભ વખારીયા, નીખીલ શાહ, નીરવ પારેખ, અરૂણ નિર્મળ, હીમાંશુ ચીનોય, કીર્તિભાઈ પારેખ, સુનીલ દામાણી, મીતુલ ચાવડા, દર્શન શાહ, રક્ષીત શાહ, દીપેન મહેતા, ઋષભ વખારીયા, ચીરાગ કોઠારી, અર્જુન સંઘવી, જયદીપ ભરવાડા, જીજ્ઞેશ શાહ, પરીન સંઘવી, નીલેશ દોશી, વીજય દોશી, પરીન પારેખ, હેમા મોદી, આરતી દોશી, અલ્કા બોરડીયા, જીજ્ઞા મોદી, હીના સંઘવી, હીમી પારેખ, મીના પારેખ, દક્ષા મહેતા, બકુલા શાહ, રૂબી દોશી, હેતલ દોશી, પરીલા દેસાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અમીતભાઈ દેસાઈ, વસંતભાઈ કામદાર, રમેશભાઈ દોમડીયા, હિતેશભાઈ દોશી, ભરતભાઈ બોરડીયા, પ્રકાશભાઈ મોદી, હર્ષદભાઈ મહેતા, સુનિલભાઈ દામાણી, ઋષિતભાઈ વખારીયા, પારસભાઈ મોદી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:21 pm IST)