રાજકોટના યુવા એડવોકેટ રેવન્યુ પ્રેકટીશ્નર
ભાવિક આંબલીયા, મયુર ઠુંમરની નવી ઓફિસ 'સ્વસ્તિક લો ફર્મ' નો કાલથી મંગલારંભઃ
રાજકોટ તા ૨૫ : રાજકોટ બાર એસોસિએશનના સભ્ય અને એડવોકેટ, રેવન્યુ પ્રેકટીશનર ભાવિક ટી. આંબલીયા તથા એડવોકેટ મયુર જી. ઠુંમરની નવી અદ્યતન સુવિધા સજ્જ ઓફિસ 'સ્વસ્તિક લો ફર્મ' આવતી કાલ તા. ૨૬ ને રવિવારના શુભ દિવસે, શુભ ચોઘડિયે સાંજે ૬.૩૦ કલાકે સગા સબંધી, સ્નેહીઓ, વડીલોના શુભ આશિર્વાદ સાથે મંગલ પ્રારંભ થશે.
રાજકોટમાંએક નામાંકિત શોરૂમ ધરાવતા વેપારી ધમધમતા ટાગોર રોડ પર ગોલ્ડન ચેમ્બરની બાજુમાં સિમરન ઇલેકટ્રોનીક સામે નવા અદ્યતન બિલ્ડીંગ 'પ્રાઇડ પ્લાઝા' માં ૩જા માળે ઓફીસ નં. ૩૦૧ ના શુભારંભ પ્રસંગે સગા સબંધી સ્નેહીજનોને હાજર રહી નવા સાહસને વધાવવા, આશિર્વાદ આપવા અપીલ કરાઇ છે.આ નવી ઓફિસી સ્વસ્તિક લો ફર્મ' ના મંગલ પ્રારંભ પ્રસંગે બંને યુવા એડવોકેટો ભાવિક ટી. આંબલીયા, તથા મયુર જી. ઠુંમરને તેમના મોબાઇલ નંબર ૮૦૦૦૯ ૦૮૯૯૯ તથા ૭૬૦૦૦ ૦૦૭૭૬ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.બંને યુવા એડવોકેટ ભાવિક ટી. આંબલીયા તથા મયુર જી. ઠુંમર રાજકોટમાં ૧૦ વર્ષથી રેવન્યુ પ્રેકટીશ કરી રહ્યા છે અને રેવન્યુ ક્ષેત્રમાં બહોળી નામના ધરાવે છે.