રાજકોટ
News of Saturday, 25th May 2019

ફાયર સેફટીના સાધનો ના હોય તેવા ટ્યુશન ક્લાસીસ ચલાવી નહી શકાય : મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની

રાજકોટમાં તમામ ટ્યુશન ક્લાસિસનું ચેકીંગ કરવા આદેશ : ત્રણ ટીમોએતાબડતોડ ચેકીંગ હાથ ધર્યું

 

રાજકોટ: મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટ્યુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવા  ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહી શકાય.

 મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સાંજથી શહેરના તમામ ટ્યુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવા ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાને આદેશ કરેલ છે, જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટ્યુશન કલાસીસની ચકાસણી શરૂ કરી દીધી હતી.

    કમિશનરએ વધુમાં કહ્યું કે, વિદ્યાર્થી ભાઇ બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે શહેરમાં, ફાયર સેફટીના સાધનો વસાવાયા બાદ જ ટ્યુશન કલાસ ચાલુ કરી શકાશે  નહી.

(11:08 pm IST)