ભાજપ-કોંગ્રેસે એક જ રસ્તાનું બે વખત ખાતમુહુર્ત કર્યુ !!
ભાજપ
શહેરના વોર્ડ નં.૦૪માં રાજલક્ષ્મી સોસાયટીથી ભગવતીપરા મેઇન રોડ સુધી ટી.પી.રસ્તાનું મેટલીંગ કામનું ખાતમુહુર્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને વોર્ડ નં.૦૪ના જાગૃત કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા અને પરેશભાઇ પીપળીયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના જાગૃત કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા, પરેશભાઇ પીપળીયા, તથા કાનાભાઇ ડંડિયા, સિટી પટેલ, રસીક પટેલ, જયંતીભાઇ કાંધલ, સુરેશ સવસેતા, રણજીતસિંહ, અજય ડોડીયા, પ્રવિણ ગરસોદીયા, ભરત લીંબાસીયા, જેસીંગ રાઠોડ, મહેશ મિયાત્રા, રવી ગોહેલ, મોન્ટુ વિસરીયા, નાગજી વેકરીયા, ધીરૂભાઇ અજાણી, નિતીનભાઇ, દિનેશ ચૌહાણ, ચંદુ ભંડેરી તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
કોંગ્રેસ
રાજકોટઃ વોર્ડ નં. ૪ ના રાજલક્ષ્મી સોસાયટીમાં ૪૧ લાખના ખર્ચે મેટલીંગ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામ અંગે વોર્ડ નં. ૪ ના કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરા દ્વારા અવાર નવાર રજુઆત કરવામાં આવી હોવાનું કોર્પોરેટરની સતાવાર યાદીમાં જણાવાયું છે. આ પ્રસંગે ઠાકરશીભાઇ ગજેરા, અનીલભાઇ જાદવ, કલ્પેશભાઇ પીપડીયા, રીટાબેન વડેચા, રાજુભાઇ ચાવડા, હરેશભાઇ પરમાર, જીત વાઘેલા,નરેન્દ્રભાઇ રાઠોડ, પરસોતમભાઇ લીંબાસીયા, જીગ્નેશ રામાવત, ચંદુભાઇ ચોવટીયા, મહેશભાઇ, નવલભાઇ સોરઠીયા, કેશુભાઇ વેકરીયા સહીતના કોર્પોરેટર તથા લતાવાસીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા અને લોકોમાં લાગણીનું વાતાવરણ છવાયું હતું.