રાજકોટ
News of Friday, 25th May 2018

બેંક ઓફ બરોડાના રાજકોટના અધિકારીઓ આ વેદના સમજશે? તત્કાલીક મદદરૂપ થવા સહુ કોઇને હાકલ

બેંક ઓફ બરોડાના જવાબદાર અધિકારીઓ આ બહેનોને તુર્ત મદદ કરે અને તેના પ્રશ્નો નિવાડો લાવે તેવી અપીલ કરીએ છીએ

તંત્રીશ્રી, અકિલા

રાજકોટ

 રાજકોટઃ હું માનસી ઠક્કર, ભાવના સોમૈયા સાથે અકિલાને બેંક ઓફ બરોડા કાલાવડ બ્રાંચના બે જવાબદાર મેનેજર દ્વારા કેશ ડીપોઝીટ મશીન વડે અમારી સાથે કરવામાં આવેલ છેતરપીંડી માટે મદદ કરવા વિનંતી કરૂ છું મે તા.૨૩ના રાત્રે ૯ વાગ્યે ૨૨૦૦૦ રૂપિયા (૨૦૦૦ની નોટો દ્વારા) કેશ ડીપોઝીટ મશીનમાં જમા કરાવ્યા હતા જેની મને રીસીપ્ટ પણ મળેલ છે.

 બીઓબીની જુદી-જુદી શાખાઓમાં ફરીયાદો કરવા છતાં પણ મને મારા પૈસા હજુ સુધી નથી મળ્યા. મારે મારી ફી અને મારા મમ્મીનું હોસ્પીટલ બીલ ચુકવવાનું છે બેંકના આ સંવેદનહીન અધિકારીઓ મારી મજબુરી સમજતા નથી અને મારી અરજીઓને રાખી મુકીને મારી અવગણના કરી રહયા છે

 મારો મોબાઇલ નંબર ૮૩૨૦૫૮૦૨૩૨ છે આ વિગતો છાપીને મારા ખરી મહેનતના પૈસા પાછા મેળવવામાં અને મદદ કરવા વિનંતી. (૪૦.૮)

(3:51 pm IST)