રાજકોટ
News of Friday, 25th May 2018

તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીનો કાર્યક્રમ ૧૧ જુન આસપાસ જાહેર થશે

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખની મુદત ર૧ મીએ પૂરી થાય છેઃ જિલ્લા પંચાયતની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળશેઃ તાલુકા પંચાયતોમાં ડી.ડી.ઓ. પ્રાંત અધિકારીઓ દ્વારા ચૂંટણી કરાવશે

રાજકોટ તા. ર૪ :.. રાજયની મોટાભાગની તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખોની મુદત જુનના ત્રીજા અઠવાડીયામાં પૂરી થઇ રહી છે. નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ૧૧ જુન આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે. તા. ર૦ આસપાસ નવા સુકાનીઓની ચૂંટણી થશે.

જિલ્લા પંચાયતના સુકાનીઓની ચૂંટણી માટે કલેકટરની અધ્યક્ષ પદે બેઠક મળે છે. તાલુકા પંચાયત માટે જે તે જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ કલેકટર કક્ષાના અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે નિયુકત કરી ચૂંટણી કરાવવાની હોય છે. જે દિવસે ચૂંટણી યોજવાની હોય તેના ૭ દિવસ અગાઉ  ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની જોગવાઇ છે તે મુજબ ૧૧ જુન આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થઇ શકે છે.

ચૂંટણીના પૂર્વ દિને ફોર્મ ભરવાની પ્રક્રિયા થાય છે. સમગ્ર રાજય માટે વિકાસ કમિશનર દ્વારા ચૂંટણી કાર્યક્રમ નક્કી થશે.

(4:02 pm IST)