રાજકોટ
News of Thursday, 25th April 2019

શનિવારે રામાનંદી સાધુ સમાજના સમુહલગ્નઃ આઠ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં ૧૫૧ વસ્તુઓ અપાશેઃ દાતાઓનું સન્માન- સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ વ્યસન- મુકિત પ્રતિજ્ઞા લેવડાવાશે

રાજકોટ,તા.૨૫: સમસ્ત રામાનંદી યુવામંડળ- રાજકોટ દ્વારા તા.૨૭ને શનિવારના સાંજે ૫ વાગ્યાથી સમુહલગ્ન મહોત્સવનો કાર્યક્રમ કોઠારીયા ગામ પાણીના ટાંકા સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં ૮ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. દીકરીઓને કરીયાવરમાં ૧૫૧થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે  સંત સામૈયા, દિપ પ્રાગટ્ય, હસ્તમેળાપ, ભોજન સમારંભ તેમજ જાન વિદાયના કાર્યક્રમો સાથે રામાનંદી સાધુ સમાજના યુવાનોને વ્યસન મુકિતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.

આ પ્રસંગે ધર્મસમ્રાટ આનંદભાષ્ય સિંહાસનસીન જગતગુરૂ શ્રી રામાનંદાચાર્ય  સ્વામીશ્રી રામાચાર્યજી મહારાજ, પૂ.મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી કનૈયાદાસબાપુ, મહંતશ્રી ત્રીભોવનદાસબાપુ (સતાપર), મહંતશ્રી અવધેશબાપુ (ગુણેશ્વર ધામ), મહંતશ્રી ભુપતબાપુ (કાગદડી) વગેરે નવદંપતિઓને આશીર્વચન પાઠવશે.

આ આયોજનને સફળ બનાવવા રામાનંદી સાધુ સમાજના યુવા પ્રમુખ  નિખીલભાઈ નિમાવત, ઉપપ્રમુખ રાજેશભાઈ નિમાવત, સચિવ હિતેષભાઈ નિમાવત, મહામંત્રી કલ્પેશભાઈ પુર્ણવૈરાગી, કેતનભાઈ લશ્કરી, રજનીભાઈ રામાવત, વિમલભાઈ કિલજી, ખજાનચી રાજુભાઈ કુબાવત, સહખજાનચી જીતેન્દ્રભાઈ વિશ્નુસ્વામી, મંત્રી કૌશિકભાઈ દેવમુરારી, વિપુલભાઈ પુર્ણવૈરાગી, નિમેષભાઈ અગ્રાવત, સંગઠનમંત્રી મનોજભાઈ ખોજીરજી, રમેશભાઈ રામાવત, મિડીયાસેલ મંત્રી ભાવેશભાઈ રામાવત, કારોબારી સુધીર નિમાવત, આશીષ નિમાવત તથા સ્ટુડન્ટ યુનિયન દેવ નિમાવત અને સભ્ય રામાવત ધર્મેશ, લશ્કરી અમિત, દેવમુરારી અમિત, ભડીંગજી મયુરભાઈ, પુર્ણવૈરાગી ધવલ, પુર્ણવૈરાગી નરેન્દ્ર,નિમાવત હિતેષભાઈ, કુબાવત આનંદ, અગ્રાવત તેજસ, અગ્રાવત ભાવિક, દેવમુરારી કમલેશ, પુર્ણવૈરાગી કિશનભાઈ અગ્રાવત જયદિપભાઈ, દેવમોરારી મહેશભાઈ, રામાવત કલ્પના, નેનુજી કલ્પેશ, નિમાવત રાજુભાઈ, કુબાવત પ્રતિભાબેન, અગ્રાવત અંજલી, કાનો કુબાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:39 pm IST)