રાજકોટ
News of Monday, 25th March 2019

બિલ્ડર કેવલ મહેતાની ધરપકડઃ કરોડોની છેતરપિંડી,ધાકધમકી અને એટ્રોસિટી સહિત સાત ગુન્હા

અમદાવાદ, તા.૨૫: શહેરનાં બિલ્ડર કેવલ મહેતાની બોપલ રિંગરોડ પરથી પોલીસે ધરપકડ કરી છે. આ બિલ્ડર પર અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ ૭થી વધારે ગુના નોંધાયા છે. જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી, ધાકધમકી, એટ્રોસિટી તેમજ બાંધકામ માટેનાં જરૂરી નિયમોનું પાલન ન કરવું તથા સાઇટ પર ગંભીર બેદરકારી જેવી ફરિયાદો નોંધાઇ છે.

બિલ્ડર કેવલ મહેતાએ લીફ્ટ કોન્ટ્રાકટરના પિતાને જાનથી મારી નાખવાની ધમકીની વધુ એક ફરીયાદ પોલીસમાં થઈ હતી. તેની સ્કીમમાં લીફ્ટ કોન્ટ્રાકટર તરીકે કામગીરી કરતા કોન્ટ્રાકટરના પિતાની ઉંમર ૬૭ વર્ષ છે. બે હાર્ટ એટેક અને એક બ્રેઈન સ્ટ્રોક આવેલા છે. તેમ છતાં કેવલ મેહતા દ્વારા તેઓની સામે ખોટી ફરીયાદ કરીને માનસિક અને શારીરીક ત્રાસ આપતા હતાં. કેવલ મહેતા તથા ઘુમા ગામનાં કનુ હરિ પટેલ વિરુધ્ધ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

(4:25 pm IST)