રાજકોટ
News of Monday, 25th March 2019

રાજકોટના ગોરા ત્રિવેદીની કેનેડામાં ગુજરાતી મંડળ ઓફ કેલગરીના સેક્રેટરી પદે નિમણુંક

રાજકોટ, તા. ૨૫ : કેનેડાનું અલ્બરટા રાજય કે જે ઓઈલ એન્ડ ગેસ ઇન્ડસ્ટરી માટે દુનિયામાં જાણીતું છે, તેનું ઓદ્યોગિક રીતે સૌથી વધુ ધમધમતું શહેર એટલે કેલગરી. કેલગરી છેલ્લા થોડા વર્ષોથી દુનિયાના સૌથી વધુ સારા જીવવાલાયક શ્નમોસ્ટ લીવેબલ સિટીલૃના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સર્વેમાં ટોપ ફાઈવમાં રહ્યું છે. ભારતીયોની વસ્તી એક લાખ જેટલી અને ૨૫,૦૦૦ જેટલા ગુજરાતીઓ જયાં વસ્યા છે તે કેલગરીમાં ૧૯૭૬થી ગુજરાતી મંડળ કાર્યરત છે.

હાલ ગુજરાતી મંડળ ૧૫ હજાર જેટલા સભ્યો ધરાવે છે અને વર્ષ દરમિયાન વિવિધ સંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્ત્િ। કરે છે. ગુજરાતમાં સામજિક પ્રવૃત્ત્િ। અને ખાસ તો શ્નનો હોર્ન મુવમેન્ટલૃમાટે જાણીતા પ્રો.ડો.ગોરા એન ત્રિવેદી જુલાઈ ૨૦૧૭થી કેલગરી ખાતે વસે છે અને ત્યાં પણ સામાજિક રીતે સક્રિય છે. આ વર્ષે ૨૦૧૯-૨૦ના ગુજરાતી મંડળના કારોબારી સભ્યોમાં તેમનો સમાવેશ ઓનરરી સેક્રેટરી તરીકે કરાયો છે. ગોરાબેન આ વર્ષે બે નવી પ્રવૃત્ત્િ। શ્નગુજરાત દિવસલૃઅને શ્નકેનેડા ડેલૃની ઉજવણીની જવાબદારી સાથે મંડળમાં પોતાની ફરજ નિભાવશે.

ગુજરાતી મંડળના સીનીઅર કારોબારી સભ્યો ઉપરાંત હાલની ટીમ મીનેશભાઈ પટેલ, વિપુલભાઇ પટેલ, વિરલભાઈ ગાંધી, ગોરાબેન ત્રિવેદી, અર્પીતભાઈ પરીખ, હેમાંગભાઈ પટેલ અને પ્રવીણભાઈ પાટીલ કેનેડામાં ગુજરાતને ધબકતું રાખવા પ્રયત્નશીલ રહેશે. ગોરા ત્રિવેદીને મો. +૧૫૮૭૯૧ ૭૫૦૪૧ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:47 pm IST)