રાજકોટ જિલ્લા પંચાયતમાં ઠરાવ-ચર્ચા વગર માત્ર ૭ મીનીટમાં સામાન્ય સભા પૂર્ણઃ ૨૭ સભ્યો હાજર
આચારસંહિતાના પાલનની શરતે મંજુરી મળેલઃ પ્રારંભે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી
રાજકોટ, તા. રપ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ૧૧-૩૦ વાગ્યે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહિ કરવાની શરતે ચૂંટણી પંચે સભા યોજવાની મંજુરી આપેલ. જેના પગલે આચારસંહિતાના પાલન સાથે સામાન્ય સભા માત્ર ૭ મીનીટમાં પૂર્ણ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા સમગ્ર સભાનું વિડીયો શુટીંગ કરવામાં આવેલ. રાષ્ટ્રગીત અને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ ગૃહની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પ્રમુખ અલ્પાબેન ઉપરાંત ઉપપ્રમુખ સુભાષ માંકડિયા, કારોબારી અધ્યક્ષ રેખાબેન પટોળિયા, ડીડીઓ અનિલકુમાર રાણાવાસિયા, ડે. ડીડીઓ ધીરેન મકવાણા, શ્રી ખરાડી વગેરે ઉપસ્થિત રહેલ. આજની સામાન્ય સભા અપૌચારિક બની રહી હોવા છતા ૩૬ પૈકી ૨૭ સભ્યોએ હાજર રહેવાની ફરજ નિભાવી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)