રાજકોટ
News of Monday, 25th March 2019

મકાન લેવા પ્રશ્ને પત્નિ સાથે ઝઘડો થતા હરેશે ફીનાઇલ પી લીધુ

રાજકોટ, તા. રપ : પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં મકાન લેવા પ્રશ્ને પત્નિ સાથે માથાકૂટ થતાં યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા હરેશભાઇ ઇશ્વરભાઇ મકવાણા (ઉ.વ.૩ર) નામના વણકર યુવાને પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પત્નિએ મકાન લેવાની જીદ્દ પકડી હોઇ અને તે બાબતે ઝઘડો થતાં તેથી તેણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)