રાજકોટ
News of Thursday, 25th February 2021

ચૂંટણી અંતર્ગત ત્રંબા સરધાર જિલ્લા પંચાયત હેઠળના ગામોમાં પેરામિલટરી ફોર્સને સાથે રાખી આજીડેમ પોલીસની ફ્લેગમાર્ચ

રાજકોટઃ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપી શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી  પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપી એચ.એલ.રાઠોડના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડાની રાહબરીમાં આજીડેમ પોલિસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજીડેમ પો સ્ટે વિસ્તારના ત્રંબા જિલ્લા પંચાયત તથા સરધાર જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળના ગામડાઓમાં  ફ્લેગમાર્ચ  કરવામાં આવી હતી.

(6:54 pm IST)