રાજકોટ
News of Thursday, 25th February 2021

પ્રેમિકાના ભાઇએ દોટ મુકતા બચવા માટે ભાગેલો યુવાન કુવામાં ખાબકયો : ૪ દિ'એ લાશ મળી

ગોંડલનાં ગુંદાસરાની ઘટના : પરિણીત યુવક અપરિણીતા યુવતિને મળતા જતા મોત મળ્યું

રાજકોટ, તા. રપ :  ગોંડલ તાલુકાના ગુંદાસરામાં પ્રેમિકાથી ભાઇએ દોટ મુકતા બચવા માટે ભાગેલો યુવક કુવામાં ખાબકતા મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના ગુંદાસરામાં રહેતો પરપ્રાંતીય જેશીંગ ગજેન્દ્રસિંગ ગૌતમ નામના પરિણીત યુવકને પરપ્રાંતીય યુવતિ સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતા. અને બન્ને એકબીજાને મળતા હતા.

તા. ર૦ ના રોજ પણ આ યુવક -યુવતિને મળવા ગયો હતો. ત્યારે યુવતિનો ભાઇ તેને જોઇ જતા જેશીંગ ગૌતમે દોટ મુકતા ગુંદાસરાના સુરેશભાઇ રાણપરીયાની વાડીના કુવામાં ખાબકયો હતો. જેની શોધખોળ કર્યા બાદ આજે તેનો  મૃતદેહ કુવામાથી મળતા ગોંડલ તાલુકા પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ છે. આ  બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના મોહિતભાઇ અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)