રાજકોટ
News of Thursday, 25th February 2021

દારૂ છોડવાનું કહેવાતાં વામ્બે આવાસ કવાર્ટરમાં પ્રોૈઢે ફાંસો ખાઇ જિંદગી છોડી

પત્નિ બકાલુ લઇને આવ્યા ત્યાં પતિ લટકતા મળ્યાઃ હોસ્પિટલે મૃતદેહ જ પહોંચ્યો

રાજકોટ તા. ૨૫: કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે વામ્બે આવાસ યોજના કવાર્ટર નં. ૧૫માં રહેતાં નલીનભાઇ નાગજીભાઇ વૈષ્ણવ (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢે સાડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

નલીનભાઇ સાંજે ઘરે હતાં ત્યારે તેમના પત્નિ બકાલુ લેવા ગયા હતાં. તેઓ પરત આવ્યા ત્યારે પતિએ ગળાફાંસો ખાઇ લીધાનું જણાતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં. નલીનભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ અને નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી હતી. આપઘાત કરનાર નલીનભાઇ ચાર ભાઇ અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ નલીનભાઇ વાળંદ કામ કરતાં હતાં. તેમને નશો કરવાની આદત હતી. પરિવારજનોએ દારૂ પીવાનું છોડી દેવાનું કહેતાં માઠુ લાગી જતાં તેણે ઝેર પી જિંદગી છોડી દીધી હતી.

(12:47 pm IST)