રાજકોટ
News of Thursday, 25th February 2021

ઇમિટેશનના હિસાબના ડખ્ખામાં ગઢીયાનગરના જીતેન પર હુમલો

રાજકોટ તા. ૨૫: સંત કબીર રોડ પર ગઢીયાનગરમાં રહેતો જીતેન મુકેશભાઇ સંચાણીયા (ઉ.વ.૨૦) સાંજે ઘર નજીક હતો ત્યારે જયમીન અને હિતેષે ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

જીતેનના સગાએ જણાવ્યા મુજબ ઇમિટેશન કામના હિસાબ બાબતે માથાકુટ કરી મારકુટ કરવામાં આવી હતી.

ચુનારાવાડમાં રામુને બાલાજી મંદિર પાસે ધોલધપાટ થઇ

ચુનારવાડ-૩માં રહેતાં રામુ મનોજભાઇ સોલંકી (ઉ.૩૦)ને રાતે અગિયારેક વાગ્યે કરણપરા બાલાજી મંદિર પાસે હતો ત્યારે મયો અને રવિ નામના શખ્સોએ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. રામુ અને તેની બહેન સહિતના મંદિર પાસે ભીખ માંગે છે. મહેશ ઉર્ફ મયો રામુની બહેન સાથે બોલતો હોઇ તેને બોલાવવાની ના પાડતાં મારામારી થયાનું તપાસમાં ખુલ્યું હતું. મહેશ ઉર્ફ મયાનો મિત્ર રવિ જીઆરડીમાં નોકરી કરે છે.

(12:45 pm IST)