રાજકોટ
News of Thursday, 25th February 2021

રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રય કૃમિનાશક દિવસ અંતર્ગતી ૨ માર્ચ અભિયાન

૧ વર્ષ થી ૧૯ વર્ષના કુલ ૩,૯૬,૪૯૫ જેટલા બાળકો- યુવાનોને કૃમિનાશક ગોળી ખવડાવીને સુરક્ષીત કરાશે

રાજકોટ, તા. ૨પ : પ્રતિ વર્ષ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા તા. રર ફેબ્રુઆરીથી ર માર્ચ દરમ્યાન રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત કરવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવે છે. બાળક સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ ગોળી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાન અંતર્ગત ૧ વર્ષ થી ૧૯ વર્ષના કુલ ૩,૯૬,૪૯પ જેટલા બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવીને સુરક્ષીત કરાશે.

કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની,પેટમાં દુઃખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૬પ ટકા બાળકોને કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. ગામે ગામ આરોગ્યની ટીમ દ્વારા દરેક બાળકને આ કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી રહી છે. એટલુંજ નહીં પણ કોઇપણ બાળક વંચિત ન રહે તે માટે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે. અને જો કૃમીનાશક ગોળી ખવડાવવા માં બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવે છે.

 આ માટે પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો કામગીરી કરે છે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે.

આ બાબતે લોકજાગૃતિ અર્થે રાજકોટ જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો-૧ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-પ૪ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો-૯, સબસેન્ટરો-૩૪૪ અને તેમના સેજાના ગામો-૬૦પ પત્રીકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પ્લે કરવામાં આવેલ છે.. તેમજ દરેક તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, સબસેન્ટર કક્ષાએ જુથ ચર્ચા, ગ્રુપ મીટીંગનું આયોજન, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફીલ્મો બતાવવી, કેમ્પ વર્કશોપ યોજવામાં આવેલ તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ  દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો કામગીરી કરે છે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(12:43 pm IST)