રાજકોટ
News of Thursday, 25th February 2021

બેંગ્લોરથી રાજકોટ પહેલી ફ્લાઇટ આવી પહોંચતા વિશેષ સ્વાગત કરાયું : એરપોર્ટ પર વોટર કેનલથી સલામી અપાઈ

બપોરે 15:15 કલાકે સ્પાઇસજેટની ફ્લાઈટ એસજી 881 રાજકોટ એરપોર્ટ ખાતે લેન્ડ થઈ

રાજકોટથી ડોમેસ્ટિક એરપોર્ટને જોડવા માટે કોરોનાની મહામારી હળવી થયા બાદ અનેક સિટીની ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જેમાં આજ રોજ બેંગ્લોર અને રાજકોટ વચ્ચે ફ્લાઈટ શરૂ થઈ હતી. બેંગ્લોરથી આજે બપોરે 15:15 કલાકે સ્પાઇસજેટની ફ્લાઈટ એસજી 881 રાજકોટ એરપોર્ટ ખાતે લેન્ડ થઈ હતી. આજે પહેલી ફ્લાઈટ બેંગલોરથ રાજકોટ આવી પહોંચી હતી. તેના ઉદ્ધાટન દિવસે બેંગ્લોરથી ડાયરેકટ રાજકટની ફ્લાઈટનું સ્વાગત રાજકોટ એરપોર્ટ ખાતે વોટર કેનલની સલામી થી કરવામાં આવ્યું હતું.

(6:52 pm IST)