રાજકોટ
News of Tuesday, 25th February 2020

દબાણ શાખા ત્રાટકીઃ મવડી વિસ્તારમાં રવિવાર બજારના દબાણો હટાવાયા

છેલ્લા સાત દિ'માં શહેરના રાજમાર્ગો પરથી ૩૧ રેકડી-કેબીન, પરચુરણ માલ-સામાન તથા ૮૧૬ બોર્ડ-બેનર જપ્તઃ રૂ.૪.પ લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા., રપઃ મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્તાહમાં શહેરના રાજમાર્ગો પરથી ૩૧ રેકડી-કેબીન તથા પરચુરણ માલ-સામાન તથા વિવિધ સંસ્થા, રાજકીય બોર્ડ-બેનરો જપ્ત કર્યા છે. દરમિયાન ફરીયાદના આધારે મવડી રોડ પર ભરાતી રવીવારી બજારને બંધ કરાવેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા.૧૮ થી ર૪ ફેબ્રુઆરી સુધીમાં ચંદ્રેશનગર, મવડી મેઇન રોડ, જંકશન રોડ, દરગાહ પાસે વિસ્તારમાંથી જપ્ત, પંચાયત ચોક, જયુબેલી માર્કેટ, જામનગર રોડ, હોસ્પી. ચોક, કુવાડવા રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી સહીતના વિસ્તારમાંથી ૩૧ રેકડી-કેબીનના દબાણો હટાવાયા.

આ ઉપરાંત કાલાવડ રોડ, કોટેચા ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, બીગ બજાર ચોક, રામાપીર ચોકડી, જીલ્લા પંચાયત ચોક, કુવાડવા રોડ, પેડક રોડ, મોરબી રોડ વિસ્તારમાં ૮૧૬ બોર્ડ-બેનરો જપ્ત.

જયારે સંતકબીર રોડ હો.ઝોન પેડક રોડ હો. ઝોન, ગ્રીનલેન્ડ ચોકડી હો. ઝોન, મવડી મેઇન રોડ હો.ઝોન, કોઠારીયા રોડ હો.ઝોન, આજી ડેમ ચોકડી હો.ઝોન, મોરબી જકાતનાકા હો.ઝોન, હેમુ ગઢવી હોલ હો.ઝોન, રોકડીયા હનુમાન હો.ઝોન, ફન વર્લ્ડની બાજુમાં રેકડીનો હો.ઝોન, મોટી ટાંકી ચોક હો.ઝોન સહીત ૧૧ હોકર્સ ઝોનમાં ચેકીંગ હાથ ધરી કુલ રૂ. ૪.પ લાખનો વહીવટ ચાજ વસુલવામાં આવ્યો હતો.

(3:38 pm IST)