રાજકોટ
News of Tuesday, 25th February 2020

રાજકોટમાં ઓટોમોબાઇલ ડિપ્લોમાં કોર્ષ શરૂ કરાવો : ગોવિંદ પટેલ

રાજકોટ, તા. ર૪ :  ઓટોમોબાઇલ ડિપ્લોમાં એજયુકેશન શરૂ કરવાની માંગ સાથે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રજુઆત કરી છે.

રાજય સરકારે સરકારી પોલીટેકનિક કોલેજના અમુક કોર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા નહીં મળતા ઘટાડો કરેલ છે કેટલીક જગ્યાએ જગ્યા પુરાતી ન હોવાથી તે વર્ગ રદ કરેલ છે ત્યારે રાજકોટએ ઓટોમોબાઇલ ક્ષેત્રનું અગત્યનું સ્થાન સૌરાષ્ટ્રમાં ધરાવે છે. જેથી ડિપ્લોમાં ઇન ઓટોમોબાઇલ એન્જિનિયરીંગ નવા વર્ગો એ.વી.પી.ટી. તથા પોલિટેકનિક કોલેજ સાથે વર્ગો શરૂ થાય તો તેમાં અભ્યાસ કરવા અને સ્વરોજગારી મેળવવા ઝંખતા યુવાનોને તેનો લાભ લઇ શકે.

હાલમાં સુરેન્દ્રનગર ખાતે ડિપ્લોમાં ઓટો એન્જિનિયરીંગના કોર્સ ચાલે છે પરંતુ તે દરેક વિદ્યાર્થીઓને ટ્રેનિંગ લેવા માટે ૬ મહિના રાજકોટ આવવુ પડે છે જેથી રાજકોટમાં બધી જ રીતે યોગ્ય હોય બંધ હોય વર્ગોમાં ડિપ્લોમાં એન્જિનિયરીંગના  કલાસ શરૂ કરવા અંતમાં ફરી ગોવિંદ પટેલે રજુઆત કરી છે.

(3:43 pm IST)