રાજકોટ
News of Tuesday, 25th January 2022

સેટેલાઇટ ચોકમાં રાજ યાદવ નામનો યુવાન બિલ્ડીંગના 14મા માળે મરવા માટે ચડી ગયો: રાજકોટ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના બે હેડકોન્સ. રશ્મિનભાઈ પટેલ અને મહેશભાઈએ બચાવી લીધો

જિંદગીથી કંટાળી ગયાનો વીડિયો પણ યુવાને રેકોર્ડ કર્યો હતો: યુવાનના પરિવારે મિત્રોએ પોલીસનો આભાર માન્યો

રાજકાટ: શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ પેડક રોડ, સેટેલાઇટ ચોકની બાજુમા સુપર હાઇટસ નામના ૧૪ માળના બીલ્ડીંગમા ઉપર સૌથી ઉપરના માળની દીવાલ ઉપર એક યુવક આત્મહત્યા કરવા માટે બેઠેલ હોઇ અને આ વખતે રાજકાટ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પો.હેડ.કોન્સ રશ્મીનભાઇ નરસીભાઇ આદ્રોજા તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ પરસોતમભાઇ રૂદાતલા ત્યાથી પેટ્રોલીંગમા નીકળતા ત્યારે બીલ્ડીંગની બાજુમા માણસો ભેગા થયેલ હોય અને એક યુવક સૌથી ઉપરના માળે બહારની બાજુ તેઓના બંને પગ લટકાળીને બેસેલ જોવામા આવતા હેડકોન્સ. રશ્મીનભાઇતથા હેડકોન્સ. મહેશભાઇએ ત્યા હાજર માણસોને આ બીલ્ડીંગ ઉપર બેઠેલ માણસ બાબતે પુછતા ત્યાથી જાણવા મળેલ કે તે કોઇ અજાણયો યુવક હોય જે આત્મહત્યા કરવા માટે ઉપર ચડેલ છે. જેથી બને કર્મચારીઓએ સમય સુચકતા વાપરીને બોમ્બે સુપર હાઇટસની બીલ્ડીંગના સૌથી ઉપરના ૧૪ મા માળે ગયેલ અને ત્યા અમુક માણસો પણ હાજર હોઈ જેઓ યુવકને નીચે ઉતરી જવાનુ જણાવતા હતાં . 

    તે યુવકનુ નામ રાજ રાજુભાઇ યાદવ હોવાનુ જાણવા મળેલ અને તે યુવક બીલ્ડીંગની સૌથી ઉપર આવેલ બે ફુટની પહોળી દીવાલ ઉપર આટા મારતો હતો અને મારે મરી જવુ છે, આત્મહત્યા કરી લેવી છે તેવું બોલી નીચે ઉતરતો ન હોઇ હેડકોન્સ. રશ્મીનભાઇ આદ્રોજા તથા યુવકના મીત્રએ બંને સાથે મળીને આ રાજ યાદવને સમજાવીને તેની સાથે વાતો કરી વાતો કરતા કરતા બીલ્ડીંગની સૌથી ઉપર આવેલ દીવાલ ઉપર જાતે ચડીને યુવક રાજ યાદવને એકદમ પકડી લઇને તેને તુરંત જ નીચે ઉતારી લઇને બચાવી લીધો હતો.

તેને સમજાવીને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પીઆઇ એમ.બી. ઔસુરા અને ટીમે પુછપરછ કરતા અંગત કારણો સર જીંદગીથી કંટાળી જઇને આત્મહત્યા કરવા ગયેલ હોવાનુ જણાવ્યુ હતું. આત્મહત્યા કરવા ગયેલ તે પહેલા તેણે પોતાના ફોનમા વીડીયો ઉતારેલ હોવાનુ જણાય આવેલ હોય જેમા પણ તે જીંદગીથી કંટાળી જઇને આત્મહત્યા કરવા જઇ રહયો છે અને આ બાબતે કોઇ જવાબદાર નથી. તેવુ બોલતો હતો.

 બંને હેડકોન્સટેબલએ આત્મહત્યા કરવા જતા યુવકને સમય સુચકતા વાપરી હીંમતપુર્વક બીલ્ડીંગ ઉપર જઇને બચાવી લેતા યાદવના પરીવારના તમામ સભ્યોએ તથા તેના મીત્રોએ "બી" ડીવીઝન પોલીસ સ્ટેશનના તમામ અધિકારી તથા કર્મચારીઓનો આભાર માન્યો હતો. શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ ની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧ પ્રવિણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૨ શ્રી મનોહરસિંહ જાડેજા, મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એસ.આર.ટંડેલના માર્ગદર્શન અને સુચના હેઠળ રાજકાટ શહેરમા રહેતા લોકોનુ જાનમાલનુ રક્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુચના સમજ કરેલ હોય જે અન્વયે આ કામગીરી થઈ હતી.

(6:49 pm IST)