રાજકોટ
News of Tuesday, 25th January 2022

માલવીયા ચોકમાં મહંમદ અકીલને ત્રણ શખ્સોએ મારમારી છરી બતાવી ધમકી

સાગર ચાવડા, રવીપરી ગોસ્વામી અને ભાવીન લોઢીયાની ધરપકડ

રાજકોટ તા. રપ : કોઠારીયા મેઇન રોડ પર ગોકુલનગરમાં રહેતા યુવાનને માલવીયા ચોક પાસે ત્રણ શખ્સોએ મારમારી છરી બતાવી ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર ગોકુલનગર શેરી નં. ૩માં રહેતા મહંમદ અકીલ અલ્લમભાઇ બેલીમ (ઉ.ર૯) કેનાલ રોડ ગુંદાવાડી પોલીસ ચોકી પાછળ ઠંડા પીણાની દુકાન ધરાવે છે.રાત્રે પોતે માલવીયા ચોકમાં આવેલી હોટલ ક્રોસ રોડમાં કે જયા મિત્ર મોનીસ રોકાયો હોઇ તેને મળવા માટે ગયો હતો. રાત્રે મોડુ થતા કર્ફયુનો સમય હોઇ પોતે હોટલમાં રોકાયો હતો અને પોતાનું જીજે.૩ કેઅ.મ.૯પ૧૪ નંબરનું બાઇક હોટલની નીચે પાર્ક કરેલ જેને હેન્ડલ લોક કરવાનું ભુલી ગયો હતો. જેથી પોતે બાઇક લોક કરવા નીચે આવતા ત્યાં ત્રણ શખ્સો ઉભા હતા અને પોતે પોતાના બાઇકમાં ચાવી લગાવતા આ ત્રણેય શખ્સો પોતાની પાસે આવેલ અને તેમાંથી એક શખ્સે પોતાને જાપટ મારી અને કહેલ કે 'આ હોન્ડા કોનુ છે. જેથી પોતે તેને મારૂ હોન્ડાછે' તેમ કહેતા ત્રણેયે માનેલ નહી અને કહેવા લાગેલ કે આ હોન્ડા તારૂ નથી  કહી ત્રણેય શખ્સો બોલાચાલી કરવા લાગ્યા હતા અને ત્રણેયે ઉશ્કેરાઇને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને તેમાંથી એક શખ્સે છરી કાઢી પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મોકો જોઇ પોતે ત્યાંથી ગેસ્ફોર્ડ ટોકીઝ તરફ દોડીને જતો રહ્યો હતો અને ૧૦૦ નંબરમાં કોલ કરતા પોલીસ વેન આવી જતા પોતે પોલીસ સાથે હોટલે ગયેલ ત્યાં ત્રણેય શખ્સો હાજર હતા બાદ પોલીસે ત્રણેયને પકડી પુછપરછ કરતા ત્રણેયે પોતાના નામ સાગર પ્રફુલ ચાવડા (ઉ.૩૧) (રહે. જુનાગઢ જાગનાથ રોડ) રવિપરી કિશોરપરી ગોસ્વામી (ઉ.૩૦) (રહે દેવપરા, કોઠારીયા રોડ) અને જુનાગઢ ઉપરોકટ ગિરનાર એપાર્ટમેન્ટના ભાવીન પ્રવિણ લોઢીયાને પકડી લઇ પોલીસ મથકે લઇ આવ્યા બાદ પોલીસે મહંમદ અકીલની ફરીયાદ પરથી ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરે પી. એસ. આઇ. એસ.એચ. નીમાવતે તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)