રાજકોટ
News of Tuesday, 25th January 2022

રૈયાધાર પર ૨૮ સ્‍થળોએથી છાપરા - ઓટલાના દબાણો હટાવાયા : ૧૧૫ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાઇ

રામાપીર ચોકડીથી રૈયાધાર સ્‍લમ કવાર્ટર સુધીના રોડ પર પાર્કિંગ - માર્જીનમાં થયેલા દબાણો દુર કરતું મ.ન.પા. તંત્ર : કાચા-પાકા બાંધકામોનું ડિમોલીશન

રાજકોટ તા. ૨૫: મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે રૈયાધાર રોડ પરથી ૨૮ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૧૧૫ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવ્‍યુ હતુ.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે શહેરમાં  ‘વન વીક, વન રોડ  અન્‍વયે આજે વોર્ડ નં. ૧ના રામાપીર ચોકડીથી રૈયાધાર સ્‍લમ કવાર્ટર સુધીનાં કોમ્‍પલેક્ષો, દુકાનો વગેરે સ્‍થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતુ. જેમાં દેવકી નંદન કોમ્‍પ્‍લેક્ષ, આર.કે. પ્રોવિઝન સ્‍ટોર, લેડીસ સેલ્‍સ, શ્રીનાથજી ટેઈલર, રાજ હેર પાર્લર, ચેમ્‍પિયન હેર સ્‍ટાઇલ, ભગવતી પાન એન્‍ડ કોલ્‍ડડ્રીંક્‍સ, સિંધોઈ પાન એન્‍ડ ટી સ્‍ટોલ, શિવશક્‍તિ પ્રો.સ્‍ટોર, કુળદેવી રેસ્‍ટોરન્‍ટ, સાગર પ્રો.સ્‍ટોર એન્‍ડ ડેરી, આકાશ ડેરી, દર્શન જનરલ સ્‍ટોર, નાગબાઈ કૃપા, શ્રીજી સ્‍ટેસનરી, દ્વારકેશ કલીનીક, બંસી હેર સ્‍ટાઈલ, બજરંગ ઓટો સર્વિસ, હરસિદ્ધિ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સ, શ્રીનાથજી કોલ્‍ડ્રીંક્‍સ એન્‍ડ આઈસક્રીમ, ગીરીરાજ ફરસાણ, , સાઈ કૃપા માટે, રાધેક્રિષ્‍ના કોલ્‍ડ્રીંક્‍સ, શ્રીનાથજી ફરસાણ, કૃષ્‍ણ પાન, શ્રીનાથજી કટલેરી, શ્રીજી ઇલેક્‍ટ્રિક, મચ્‍છુ મોબાઇલ શોપ સહિતના સ્‍થળોએથી પાર્કિંગ- રોડને નડતરરૂપ છાપરા, ઓટલાના દબાણો દુર કરી ૧૧૫ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.
૩ બાંધકામોનું ડિમોલીશન
રૈયાધાર સ્‍લમ કવાર્ટર, શાંતિનગરના ગેટની સામે આવેલ આશરે ૩ પાકી ઓરડીનું દબાણ ટાઉન પ્‍લાનીંગ શાખા તથા દબાણ હટાવ શાખા સાથે રહીને ૬૦ ચો.મી. દબાણ દુર કરી ૩૦ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

 

(3:32 pm IST)