કલેકટર દ્વારા નવજાત દિકરીને વધામણા કીટ તથા 'વ્હાલી દીકરી યોજના' મંજુરી હુકમો અપાયા
નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નિમિતે ૫૦ દીકરીઓને ફોર્મ વિતરણ કરાયા
રાજકોટ,તા.૨૫: 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે' ની ઉજવણી નિમિત્ત્।ે જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું
જે અંગે કલેકટરશ્રીએ દીકરીઓનાં માતા-પિતાઓને 'બેટી બચાઓ બેટી પઢાઓ' ઝુંબેશ અંતર્ગત ખિલખિલાહટ યોજના,વ્હાલી દીકરીની માહિતી આપવાની સાથેસાથ સુકન્યા યોજનાનો લાભ લેવાની તાકીદ કરી હતી. અને દીકરીઓને ન્યુટ્રીશન મળી રહે તેવો ખોરાક આપવો અને જરૂરી રસી સમયસર મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' ઝુંબેશ અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' અન્વયે 'નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે'ની ઉજવણી નિમિત્ત્।ે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના હસ્તે નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના કુલ -૧૩ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલમાં નવજાત દીકરીને આજે કુલ ૫૦ દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના ફોર્મ વિતરણકરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ તથા દહેજપ્રતિબંધ અધિકારી સોનલબેન રાઠોડ , મહીલા કલ્યાણ અધિકારી જૈંવિનાબેન માણાવદરીયા અને લાભાર્થીઓ હાજર રહયા હતા.