રાજકોટ
News of Tuesday, 25th January 2022

જાગનાથ પ્લોટમાં ડોકટરના ઘરમાં થયેલી ર૩.૪૧ લાખની ચોરીમાં વધુ એક શખ્સ નિતિન ઉર્ફે હિરેન બીલીમોરામાંથી ઝડપાયો

પ્રનગર પોલીસના પી.એસ.આઇ. કે.ડી.પટેલ, કોન્સ મહાવિરસિંહ જાડેજા અને અશોકભાઇ હુંબલની બાતમીઃ જુનાગઢ, બરવાળાનો નિતિન ઉર્ફે હિરેન સોલંકી ૧૦ ચોરીમાં પકડાયો છે સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.૧૪.ર૮ લાખની મત્તા કબ્જે

રાજકોટ તા.રપ : જૂના જાગનાથ પ્લોટમાં ડો.યાજ્ઞિક રોડ પર રવિપ્રકાશનની સામેની શેરીમાં રાજદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને પીડીયુ મેડીકલ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવતા ડો. સેજુલભાઇ કાંતિલાલભાઇ આંટાળા (ઉ.૪૮) ના ફલેટમાં થયેલી રોકડ અને દાગીના મળી રૂ. ર૩,૪૧,૪૪૯ ની મતાની ચોરીમાં પ્રનગર પોલીસે વધુ એક શખ્સને નવસારીના બીલીમોરામાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ જુના જાગનાથ પ્લોટમાં ડો.યાજ્ઞીક રોડ પર રાજદર્શન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટ નં.૧રમાં રહેતા ડો. સેજુલભાઇ કાંતીલાલભાઇ અંટાળાના માતા-પિતા યુ.કે. રહે છે. બંને  યુ.કે. થી રાજકોટ રોકાવવા આવ્યા હતા બાળ તા.૯/૧ર ના રોજ  બેંકના લોકરમાંથી માતાના સોનાના દાગીના, ડાયમંડના દાગીના પોતાને સાચવવા આપ્યા હતા. તે કાઢીને માતાને આપ્યા હતા. બાદ માતા-પિતા સાથે ધોરાજી જૂના મકાને રોકાવા ગયા હતા. પોતે પણ પત્ની અને બે દીકરીઓ સાથે તા.ર૩/૧રના રોજ અમરેલી સસરાના ઘરે ગયા હતા બાદ તા.ર૭ મીએ બીજા માળે રહેતા ભાવેશભાઇ ચંદારાણાએ ફલેટમાંથી ચોરી થઇ હોવાની જાણ કરતા તેઓ રાજકોટ આવીને જોતા તસ્કરો દરવાજાના તાળાતોડી ૪૮૦૦ પાઉનડ, સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.ર૩,૪૧,૪૪૯ ની મતાની ચોરી થઇ હોવાની ખબર પડતા પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ડો. સેજુલભાઇ અંટાળાની ફરીયાદ પરથી પી.આઇ.એલ.એલ.ચાવડા સહિતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ ચોરીમાં બે શખ્સો હોવાનું જાણવા મળતા પ્રનગર પોલીસે અગાઉ રીઢો તસ્કર ડાડા ઉર્ફે ઇકબાલ મામદભાઇ ઉર્ફે મહંમદભા ઠેબા (ઉ.૪૬) (રહે. મૂળ સાંબલપુર મેઇન રોડ જૂનાગઢ હાલ કોઠારિયા સોલવન્ટ સીતારામ સોસાયટી શેરી નં.ર) ને પકડી લીધો હતો. જયારે બીજા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

દરમ્યાન આ ચોરીમાં સામેલ તસ્કર નિતિન ઉર્ફે હિરેન નવસારીના બીલીમોરા ગામમાં હોવાની પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ. કે.ડી.પટેલ, કોન્સ મહાવિરસિંહ જાડેજા તથા અશોકભાઇ હુંબલને બાતમી મળતા સ્ટાફ સાથે પહોંચી રીઢા ચોર નિતિન ઉર્ફે હિરેન નાથાભાઇ સોલંકી (ઉ.રપ) (રહે. બરવાળા ગામ તા. વંથલી, જુનાગઢ) ને બીલીમોરા ખાતેથી પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ. ૧૩,૧૮,૯૪૯ ની કિંમતના સોનાના દાગીના તથા ૧ લાખની રોકડ મળી રૂ. ૧૪,૧૮,૯૪૯ ની મત્તા કબજે કરી હતી દસ જેટલી ઘરફોડ ચોરીમાં  પકડાયેલા નિતિન ઉર્ફે હિરેન સોલંકી એ ડીવીઝન અને પ્રનગરની ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં ફરાર હતો. બન્ને તસ્કરો એકટીવામાં આવી યાજ્ઞીક રોડ આજુબાજુ રહેણાક વિસ્તારમાં એકટીવા ગમે ત્યા સાઇડમાં પાર્ક કરી ચાલીને બંધ મકાન કે ફલેટની રેકી કરતા હતા જે ફલેટ કે મકાનની રાત્રે લાઇટો બંધ હોઇ અને બહાર લોક મારેલ હોઇ, તે મકાન કે ફલેટમાં ચોરી કરતા હતા.

(2:49 pm IST)