રાજકોટ
News of Tuesday, 25th January 2022

લોધીકાના કાંગશીયાળી પાસેથી દેશી તમંચા સાથે સાજીદ ભટ્ટીને ઝડપી લેતી એલસીબી

કોઠારીયા સોલવન્ટનો શખ્સ દારૂના ગુનામાં ફરાર હતોઃ જેતપુરમાં હથિયાર અને શાપર-વેરાવળમાં મારામારીના ગુનામાં પકડાયો હતો

રાજકોટ તા. રપઃ લોધીકાના કાંગશીયાળી ગામ પાસેથી રાજકોટ કોઠારીયા સોલવન્ટના રસુલપરાના નામચીન શખ્સને દેશી તમંચા સાથે એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ લોધીકાના કાંગશીયાળી ગામ પાસે એક શખ્સ દેશી તમંચા સાથે આવ્યો હોવાની રૂરલ એલસીબીના હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, કોન્સ. પ્રકાશભાઇ પરમાર તથા નેમીષભાઇને બાતમી મળતા કાંગશીયાળી ગામની સીમમાંથી સાજીદ મામદભાઇ ભટ્ટી (ઉ.વ.૩ર) (રહે. કોઠારિયા સોલવન્ટ રસુલપરા હુસેની ચોક શેરી નં. ર) ને રૂ. પ હજારની કિંમતનો દેશી તમંચા સાથે પકડી લીધો હતો. પકડાયેલો સાજીદ ભટ્ટી શાપર વેરાવળ પોલીસ મથકમાં કબ્જે કરાયેલ ૩૪ પેટી વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો હતો તે અગાઉ જેતપુરમાં હથિયાર અને શાપર-વેરાવળમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. આ હથિયાર કયાંથી લાગ્વ્યો તે અંગે પુછપરછ થઇ રહી છે.

(1:02 pm IST)