રાજકોટ
News of Tuesday, 25th January 2022

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી હવે 26 ફેબ્રુઆરીએ યોજાશે

કોરોનાને કારણે ચૂંટણી 15 દિવસ પાછી ઠેલાઈ : અગાઉ 13 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની હતી:ચૂંટણી ઓનલાઈન થાય એ માટેના પૂરા પ્રયત્નો

રાજકોટ ચેમ્બરની ચૂંટણીનું 13મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું પરંતુ કોરોનાને કારણે ચૂંટણી પાછી ઠેલાઈ છે અને હવે આગામી 26મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, ચૂંટણી સમયે કોરોનાના કેસ વધુ હશે તો ઓનલાઈન ચૂંટણી પણ થઈ શકે છે.

હાલમાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે લોકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણી દિવસ મોડી કરાઈ છે, જોકે આ વખતની ચૂંટણી ઓનલાઈન થાય એ માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આ વખતે ચેમ્બરની ચૂંટણીમાં નવા અને જૂના ચહેરા બંને સાથે જોવા મળશે. ગત વખતે બે પેનલ વચ્ચે ગળાકાપ હરીફાઈ હતી પરંતુ આ વખતની ચૂંટણી બિનહરીફ થાય તો પણ નવાઈ નહિ. ચેમ્બરની ચૂંટણી કેવી રીતે અને ક્યારે કરવી તે અંગે ઇલેક્શન કમિટીની બેઠક આગામી દિવસોમાં મળશે અને તેમાં નિર્ણય લેવાશે

(4:02 pm IST)