૨૭મી જાન્યુઆરીના રાજકોટ ખેડૂત સભામાં ખેડૂતો અને જનતાને ઉમટી પડવા માટે સંઘર્ષ સમિતિના આગેવાનોની અપીલ
રાજકોટ પોલીસ દ્વારા પરમિશન આપવાની ખાતરી અપાય છે ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પોલીસ વડાઓને એક પણ ખેડૂતને ન રોકવા માટે અપીલ
ᅠરાજકોટ તા. ૨૫ : ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના રાજકોટ ઝોનની યાદીમાં જણાવાયુ છે કે ᅠત્રણ કાળા કાનૂન સામે આવશ્યક સેવા જાળવણી ધારામાં સંગ્રહખોરીની છૂટ સામે ટેકાના ભાવના કાયદા માટે, અને નવા ઇલેક્ટ્રિસિટી કાયદા સામે ચાલતા રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલન હવે સમગ્ર દેશનું આંદોલન બની ગયું છે, મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે હજારો ખેડૂતો પહોંચી રહ્યા છે આવતીકાલે તેઓ રાજભવનᅠ કુચᅠ કરનાર છે.
દેશના તમામ રાજયોમાં આવતીકાલે ખેડૂતો એકત્રિત થશે તથા લાખો ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની માગણી પ્રત્યે ધ્યાન આપવાને બદલે પોતાનો જડ વલણ ચાલુ રાખ્યું છે. ૧૩૦ થી વધારે ખેડૂતો શહીદ થયા છે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં રેલીની મંજૂરી અપાઇ છે. તે જ રીતે તારીખ ૨૭ ના રોજ ખેડૂતો તથા જનતા ની સભા માટે રાજકોટ પોલીસના વડા એ, રાજકોટ શહેરની હદમાં રોકટોક નહીં કરાય, સંખ્યા ની મર્યાદા વિના, દિલ્હી રેલી સમયે કોઈ અઘટિત ઘટના ન બને તો પરવાનગી આપવાની સંપૂર્ણ ખાતરી આપી છે. તેમજ સંઘર્ષ સમિતિ દ્વારા કાયદો અને વ્યવસ્થા ના બાબતેᅠ ખાતરી આપી છે અને આ સભા સંપૂર્ણ બંધારણીય માર્ગે શાંતિપૂર્ણ યોજવાની પણ ખાતરી આપી છે ત્યારે સૌરાષ્ટ્રના તમામ પોલીસ વડાઓને પણ તારીખ ૨૭ના ખેડૂત સભામાં આવતા ન રોકવામાં આવે બંધારણનો મૂળભૂત અધિકારનો ભંગ કરવામાં ન આવે તેવી અપીલ સંઘર્ષ સમિતિના આગેવાનોએ કરેલ છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સહ કન્વીનર ડાયાભાઈ ગજેરા, પાલભાઇ આંબલિયા, અરૂણભાઇ મહેતા, ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા,ગિરધર વાઘેલા,ચેતન ગઢિયા,વિનુભાઈ ધદુક,શકીલ પીરજાદા,રાજુ કરપડા, હેમંત વિરડાᅠ સાગઠ, હરિસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂતો, જે કાયદાઓથી રાક્ષસી ભાવ વધારો થનાર છે તેનાથી પીડિત તમામ જનતા શ્રમજીવીઓ મહિલાઓ યુવાનો તમામ જ્ઞાતિઓના મંડળો મહિલા સંગઠનો દેશની અન્ન સુરક્ષા જળવાઈ રહે અને દેશની અન્ન સુરક્ષા જળવાઈ રહે તેમજ દેશના અન્ન દાતાને અને ખેતીને ખતમ કરવાના મોટા ઉદ્યોગપતિઓના સરકાર સાથે મળીને કરાયેલા કાવતરાને પરાજિત કરવા માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા આગ્રહ કરેલ છે. સભા સ્થળ રેડિયસ પાર્ટીપ્લોટ,લાયન વોટરપાર્ક સામે, ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ મુંજકા રાજકોટ. સમય બપોરે ૧૨ વાગ્યે.