રાજકોટ
News of Monday, 25th January 2021

પ્રજાસત્તાક પર્વની તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્‍છાઃ કમલેશ મીરાણી

રાજકોટ તા. રપ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને ગણતંત્ર દિનની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું છે કે ર૬ જાન્‍યુઆરી ૧૯પ૦ ના દિવસે આપણા દેશે ઘડેલું બંધારણ  દેશમાં અમલમાં આવ્‍યું અને આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્‍યું. આથી આપણે આ દિનને પ્રજાસતાક દિન તરીકે ઓળખીએ છીએ. આ ગણરાજય ભારતના સંવિધાન મુજબની સરકાર છે. ત્‍યારે લોકશાહીના રાષ્‍ટ્રીય પર્વે સૌને ખુબ ખૂબ શુભેચ્‍છા પાઠવીએ છીએ. તેમ અંતમાં કમલેશ મીરાણીએ  જણાવ્‍યું છે.

(4:43 pm IST)