News of Monday, 25th January 2021
ઓપન રાજકોટ રિપબ્લીકન ચેમ્પીયનશીપ ટેનીસ ટુર્નામેન્ટનો કાલે ફાઇનલ
રાજકોટ : સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે નવનિર્મિત ટેનિકસ કોર્ટ પર ત્રિવેદી ટેનીસ એકેડેમી દ્વારા આયોજીત ઓપન રાજકોટ રિપબ્લીક ડે ચેમ્પીયનશીપનો સેમીફાઇનલ યોજાય જતા અન્ડર ૧૦ માં વિહાન ગોટેચાએ હેનીસ દવેને ૪-૦, ૪-૧ થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરેલ છે. જયારે હરીવંશ વેકરીયાએ કાર્તિકેય ઓઝાને ૪-૦, ૪-૦ થી પરાસ્ત કરી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અન્ડર ૧૨ માં સુનય પારેખે પ્રત્યુસ કોરાટને ૪-૦, ૪-૦ થી પરાસ્ત કરીને ફાઇનલમાં સ્થાન બનાવ્યુ છે. અન્ય સેમીફાઇનલમાં અભિનવ પરારે શિખર ધણાકને ૪-૧, ૨-૪ ની વનસેટ ઓલ કરી સુપર ટાઇબ્રેકેટમાં ૧૨-૧૨ થી પરાસ્ત કરી ફાઇનલમાં પ્રવેશ મેળવેલ છે. કાલે ૨૬ જાન્યુઆરીના ફાઇનલ રમાશે.
(4:39 pm IST)