રાજકોટ
News of Monday, 25th January 2021

રાજકીય શતરંજનાં માહિર ખેલાડી પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. રપઃ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી નાની વયના મેયર બનેલા ઉદયભાઇ કાનગડનો આજ તા. રપ જાન્‍યુઆરીના રોજ પ૦મો જન્‍મદિવસ  છે. કહેવાય છે કે રાજકારણમાં અમુક લોકો એકાદ ટર્મ પૂરતા આવે છે, અમુક લોકો એક દાયકા પૂરતા આવે છે, પરંતુ જેનો જમાનો હોય તેવા સદા બહાર તો કોઇક જ હોય છે. તે પૈકીના એક ઉદયભાઇ કાનગડ છે. તેઓ ભારતીય જનતા પક્ષના તરૂણવયથી જ જોડાયેલા છે. સાથોસાથ આહીર સમાજના અડીખમ આગેવાન પણ છે. ૧૯૯પના રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર અન્‍ય અને એ જ ટર્મમાં મેયર તરીકે નિયુકત થઇ સૌથી યુવા મેયર બન્‍યા છે, જે રેકર્ડ વણતૂટયો છે. તેઓ મેયર ઉપરાંત ડે. મેયર, ર વખત સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન સહીત પક્ષના પણ અનેક હોદા ધારણ કરેલ છે. તેઓએ છેલ્લે સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેનની કારકિર્દી દરમિયાન કોવિડ મહામારીમાં કરેલી સેવા અતુલ્‍ય છે. આજે તેના જન્‍મદિવસ નિમિતે રાજકીય અગ્રણીઓ, જાહેર જીવનના અગ્રણીઓ તથા શુભેચ્‍છકો, મિત્રો તથા પરીવારજનો દ્વારા તેમને શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે. (મો. નં. ૯૯૦૯૯ ૯ર૪૦૪)

(4:37 pm IST)