રાજકોટ
News of Monday, 25th January 2021

થોરાળા પોલીસ મથક હેઠળના સંવેદનશીલ ગણાતા ૨૧ બૂથની પોલીસે મુલાકાત લીધી

રાજકોટઃ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થઇ જતાં જ શહેર પોલીસ હરકતમાં આવી ગઇ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ તમામ ઝોનના એસીપીશ્રીઓએ અત્યારથી જ જે તે પોલીસ મથકના ઇન્ચાર્જને પોત પોતાના વિસ્તારમાં આવેલા સંવેદનશીલ ગણાતા બુથ-બિલ્ડીંગની મુલાકાત લઇ તકેદારી રાખવા સુચના આપી હોઇ એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં થોરાળા પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, કોન્સ. વિજય મેતા, જયદિપસિંહ ઝાલા સહિતે આજે ચાર સંવેદનશીલ બિલ્ડીંગના ૨૧ બુથોની મુલાકાત લીધી હતી.

(4:17 pm IST)