રાજકોટ
News of Monday, 25th January 2021

રૂા. ૧૦ લાખના ચેક રિર્ટન અંગે બે બિલ્‍ડર ભાઇ સામે ફરિયાદ

રાજકોટ,તા.૨૫ : ૩૦ લાખનાં ચેક રીટર્નમાં બે બિલ્‍ડર ભાઈઓ સામે કોર્ટમાં ફરીયાદ થયેલ છે. રાજકોટનાં ગાયત્રીનગર મેઈન રોડ, કનૈયા હોટલ સામે, ‘અનિરૂધ્‍ધ', મકાનમાં રહેતાં આરોપી બિલ્‍ડર ચેતન છગનભાઈ કાચા અને રશ્‍મિન છગનભાઈ કાચાનાં પિતા છગનભાઈ કાચાની માલિકીનાં રાજકોટનાં સહકારનગર મેઈન રોડ ૫૨ આવેલ ધર્મહોલનાં ફર્સ્‍ટ, સેકન્‍ડ અને થર્ડ ફલોર ખરીદવા રાજકોટનાં ગાયત્રીનગર મેઈન રોડ, ઉમીયા ફરસાણની બાજુમાં ‘જય' મકાનમાં રહેતાં ફરીયાદી હેમરાજભાઈ સી. કાનાણીએ રજીસ્‍ટર સાટાખત કરાવી દશ લાખ અવેજનાં આપેલાં. ફરીયાદી જોગ કરી આપેલ સાટાખતવાળી મિલ્‍કતનો વેરો ભરેલ ન હોય તેમજ મિલ્‍કત ભાડે આપેલ હોય આરોપીનાં પિતા વેચાણ દસ્‍તાવેજ કરી શકે તેમ ન હોય સાટાખત રદ કરાવી આરોપીઓનાં પિતાએ ફરીયાદીને દશ લાખ ચુકવવા ચેક આપેલ તે ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરીયાદ થયા બાદ છગનભાઈ કાચાનું અવસાન થયેલ. 

આરોપીનાં પિતાનું દશ લાખનું દેવુ ચુકવવા આરોપી ચેતન કાચાએ છ લાખનો ચેક અને આરોપી રશ્‍મિન કાચાએ ચાર લાખનો ચેક ફરીયાદીને આપેલ તે બન્ને ચેક રીટર્ન થતાં બને ભાઈઓને લીગલ નોટીસ આપવા છતાં રકમ ભરપાઈ કરવા દરકાર નહિ લેતાં આરોપી ચેતન કાચા અને રશ્‍મિન કાચા એમ બન્ને ભાઈઓ સામે જુદી જુદી ફરીયાદ રાજકોટ ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ દાખલ કરેલ તેની સાથે દશ લાખનું ૨૦ ટકા લેખે બે લાખ વચગાળાનું વળતર આરોપીઓ ફરીયાદીને ચુકવે તેવો હુકમ મેળવવા કલમ-૧૪૩-એ હેઠળ અરજી કરેલ ફરીયાદીનાં વકિલ તરીકે જી. એન. ડોડિયા રોકાયેલ હતાં.

(3:43 pm IST)