રાજકોટ
News of Monday, 25th January 2021

પેડક રોડ પરથી રીક્ષામાં દારૂની ૧૪૪ બોટલ સાથે ભાવેશ ઉર્ફે વિજય પકડાયો

ભીમરાવનગર પાસેથી ૨૦ બોટલ દારૂ સાથે સંજય ચાવડા પકડાયો

રાજકોટ તા. ૨૫ : શહેરના પેડક રોડ પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાં દારૂની ૧૪૪ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાની સૂચનાથી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી.જેબલિયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભાઇ ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમીના આધારે દરોડો પાડી જીજે૩એએકસ-૩૩૭૫ નંબરની રીક્ષામાંથી રૂ. ૬૪૮૦૦ની કિંમતની દારૂની ૧૪૪ બોટલ સાથે ભાવેશ ઉર્ફે વિજય ભલાભાઇ મેઘાણી (ઉ.વ.૩૨) (રહે. સંતકબીર રોડ, સદ્ગુરૂ સોસાયટી શેરી નં. ૧) ને પકડી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ તથા ઉમેદભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જયપાલભાઇ અને શૈલેષભાઇને મળેલી બાતમીના આધારે ભીમરાવનગર મેઇન રોડ પરથી દારૂની ૨૦ બોટલ સાથે સંજય ગોવિંદભાઇ ચાવડા (રહે. ભીમરાવનગર મેઇન રોડ)ને પકડી લીધો હતો.

(3:25 pm IST)