રાજકોટ
News of Monday, 25th January 2021

શ્વાસ ચડતો હોવાથી કામ નહોતું થતું, કંટાળીને સળગી ગયેલા રીનાબેનનું મોત

રણુજા મંદિર પાસેની શિવધામ સોસાયટીના કડીયા પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૫: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટીમાં રહેતાં રીનાબેન સંજયભાઇ પોરીયા (કડીયા) (ઉ.વ.૪૨) નામના મહિલાએ ૨૦મીએ રાતે અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેનું મોત નિપજતાં પરિવારમામં શોક છવાઇ ગયો છે.

રીનાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ સંજયભાઇ કડીયા કામ કરે છે. રીનાબેનના માતા લીલાબેન હસમુખભાઇ પરમાર કોઠારીયા રોડ હુડકોમાં રહે છે. પિતા હયાત નથી. જ્યાં અગ્નિસ્નાન કર્યુ એ નવા મકાનમાં રીનાબેન અને પરિવારજનો હજુ સંક્રાંત પછી જ રહેવા આવ્યા હતાં. રીનાબેનને શ્વાસ ચડતો હોઇ તેનાથી ઘરકામ થઇ શકતું ન હોવાથી કંટાળીને આ પગલું ભર્યાનું તેણે પરિવારજનોને સારવારમાં હતાં ત્યારે કહ્યું હતું. સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આજીડેમ પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

(12:01 pm IST)