ભોમેશ્વરવાડીમાં પડોશીએ ખાટલો વોંકળામાં નાંખી દઇ વિકલાંગ ગીતાબેનને ફટકાર્યા
ગિરીશ, તેના પત્નિ ગીતાબેન અને પુત્ર જયદિપે હલણ બાબતે ડખ્ખો કર્યાનો આરોપ
રાજકોટ તા. ૨૪: ભોમેશ્વર ફાટક પાસે ભોમેશ્વરવાડી-૭માં રહેતાં ગીતાબેન શૈલેષભાઇ ધોપાળ (ઉ.વ.૩૦) નામના વિકલાંગ મહિલાને પડોશમાં રહેતાં ગિરીશભાઇ, તેના પત્નિ ગીતાબેન અને પુત્ર જયદિપે મળી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ગીતાબેનના પતિ શૈલેષભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. તે પણ પગથી વિકલાંગ છે. તેણે જણાવ્યું હતું કે અમારું ઘર શેરીમાં સોૈથી છેલ્લે છે. એ પછી વોંકળો આવી જાય છે. અમારો ખાટલો ઘર બહાર રાખ્યો હોઇ તે ગિરીશભાઇ સહિતે હલણમાં નડે છે એવું કહી હેરાન કરવાના ઇરાદે ખાટલો વોંકળામાં ફેંકી દીધો હતો. આથી મારા પત્નિ સમજાવવા જતાં તેને મારકુટ કરી લેવાઇ હતી. તેમજ શેરીમાં આવવા નહિ દઇએ એવા દેકારા કર્યા હતાં. પોલીસ આ અંગે કડક કાર્યવાહી કરે તેવી માંગણી શૈલેષભાઇએ કરી હતી.