News of Sunday, 24th October 2021
ગઢકા ગામે કૂવામાં પડી જતાં ૮ વર્ષના યશ કલોલાનું મોત
રાજકોટઃ રાજકોટ ભાવનગર હાઇવે પર આર. કે. યુનિવર્સિટી આગળ ગઢકા ગઢકા ગામમાં રહેતાં દુર્લભભાઇ કલોલાનો પુત્ર યશ (ઉ.વ.૮) સાંજે રમતા રમતા કૂવામાં પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી જયદિપભાઇ વાઘેલાએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ ઉપેન્દ્રસિંહ ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ કે. વી. ગામેતીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
(10:44 am IST)