રાજકોટ
News of Saturday, 24th October 2020

સિનિયર ફીજીશ્યન ડો.વિનોદભાઈ તન્નાના પુત્ર

યુવાન ડો. ધવલ રૂમેટોલોજી -ઈમ્યુનોલોજીની પરીક્ષામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ સીનીયર  ફિજીશ્યન ડો.વિનોદભાઈ તન્ના સુપુત્ર ડો.ધવલ તન્નાએ 'રૂમેટોલોજી- ઈમ્યુનોલોજી'ની ડીએનબી પરીક્ષામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી છે અને રાજકોટનું ગૌરવ વધારેલ છે. ડો.ધવલે આ અગાઉ પણ એમ.ડી.ની પરીક્ષામાં રાજસ્થાન યુનિ.માં પણ પ્રથમ  ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ. આ સિધ્ધી મેળવતા ડો.ધવલ ઉપર  શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે.(મો.૯૮૨૫૦ ૭૬૩૮૦)

(3:12 pm IST)