રાજકોટ
News of Saturday, 24th October 2020

મ.ન.પાના આરોગ્ય શાખાની વિવિધ ૧૦૬ જગ્યા માટે અ..ધ...ધ.. ૬ હજાર ઉમેદવારો

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિલ્ડ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર તથા એકસ -રે ટેકનીશીયનની જગ્યા માટે ૧ નવેમ્બરે લેખિત પરીક્ષા

રાજકોટઃ મહાનગરપાલિકાની જુદા જુદા સંવર્ગોમાં સ્ટાફની ભરતી કરવા અગાઉ અરજીઓ મંગાવવામાં આવેલ. આવેલ અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા ઉમેદવારોની લેખીત પરિક્ષા ગત એપ્રિલ-૨૦૨૦ માં લેવાનું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ નોવેલ કોરોનાની પરિસ્થિતિને કારણે સ્થગિત કરવામાં આવેલ, સ્થગિત કરાયેલ પરિક્ષાઓ સરકારની ગાઈડલાઈન મુજબ નીચેની વિગતે લેવાનું આયોજન કરવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારો નોંધ લેવા તંત્રની યાદીમાં જણાવાયું છે.

તા. ૨૪ના રોજ ૦૨:૦૦ વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. (૨૨.૫૦)

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

લેખિત પરિક્ષાનું માધ્યમ

લેખિત પરીક્ષાનો સમય

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

૧૨

ગુજરાતી

સવારે ૧૦ થી ૧૧

ફિલ્ડ વર્કર

૧૧

ગુજરાતી

બપોરે ૧૨ થી ૧૨: ૩૦

ફિમેલ હેલ્થ વર્કર

૮૧

ગુજરાતી

બપોરે ૦૨ થી ૦૩

એકસ-રે ટેકનીશીયન

ગુજરાતી

બપોરે ૦૪ થી ૦૫

(3:09 pm IST)