રાજકોટ
News of Saturday, 24th October 2020

વાત્સલ્ય હોટલમાં સટ્ટામાં ક્રાઇમ બ્રાંચે વધુ એકની ધરપકડ કરી

રાજકોટ, તા., ૨૪: શહેરની  વાત્સલ્ય હોટલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા બાદ ક્રાઇમ બ્રાંચે વધુ એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ એસ.ટી. બસ સ્ટેશનની પાછળ આવેલી વાત્સલ્ય હોટલમાં ક્રાઇમ બ્રાંચની ટીમે અગાઉ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પકડી લીધા હતા. આ પ્રકરણમાં વધુ એક શખ્સનું નામ ખુલતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ સહીતે બાતમીના આધારે વધુ એક હિરેન અનકભાઇ ગીડા (ઉ.વ.ર૮) રહે. યુનિવર્સિટી રોડ બોમ્બે હાઉસીંગ સોસાયટી શેરી નં. ૧ની ધરપકડ કરી હતી. તે બંગડીનું કારખાનુ ધરાવે છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:05 pm IST)