રાજકોટ
News of Saturday, 24th October 2020

૧૧ નવે.એ રાજકોટથી અજમેર પદયાત્રા

દર વર્ષે ૧૨ થી ૧૫ લોકો ભાગ લેશેઃ નામ નોંધણી શરૂ

 રાજકોટઃ કોમીએકતા અને આસ્થાના પ્રતિક હઝરત ખ્વાજા ગરીબ નવાઝ અજમેરની ૧૦ વર્ષથી સતત પદયાત્રા કરી તા.૧૧નવેમ્બરના બુધવારના રોજ ૧૧ માં વર્ષે પણ બપોરે ૨  કલાકે, રૈયા રોડ, હનુમાન મઢી, સહયોગ પાન વાળી શેરી ખાતેથી નજમાબેન આમદભાઇ ફુલાણી તથા આમદભાઇ ફુલાણીની આગેવાની હેઠળ પદયાત્રા અજમેર જવા માટે નીકળશે. આ પદયાત્રામાં તેમની સાથે મલેક નજીકભાઇ નરૂદિનભાઇ, સાયદાબેન નજીરભાઇ, તસ્લીમ મુશાભાઇ દલ સાથે જોડાશે.

 આ પદયાત્રા તા.૧૧ નવેમ્બરના બુધવારે બપોરે બે  કલાકે હનુમાન મઢીથી નીકળી, જંકશન ગેેબનશાહ પીરથી પારેવડી ચોક ગૌસ પાકની દરગાહથી કુવાડવા રોડ જલાલશાહ પીરની દરગાહે પહોંચી અજમેર જવા માટે પદયાત્રાઓ નીકળશે. રાજકોટથી અજમેરની પદયાત્રા લગભગ ૨૨ દિવસની હોય છે. આ પદયાત્રા દર વર્ષે ૧૨ થી ૧૫ લોકો સાથે હોય છે. જેમાં સાથે આવનારનો તમામ ખર્ચ નજમાબેન ફુલાણી તરફથી ઉઠાવવામાં આવે છે. આ પદયાત્રામાં જોડાવવા ફલાણી નજમાબેન આમદભાઇ મો. ૯૪૦૯૧ ૧૨૭૮૬, આમદભાઇ ફલાણી મો. ૯૦૬૭૮ ૬૪૪૪૭નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:05 pm IST)