રાજકોટ
News of Saturday, 24th October 2020

પટેલનગરમાં જુના ડખ્ખાને લીધે ૭૦ વર્ષના હંસાબેન વેકરીયા પર હુમલો

સમજુબેન, જીજ્ઞેશ અને હરિભાઇ વિરૃધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૨૪: મવડી ૪૦ ફુટ રોડ પર પટેલનગર-૫માં રહેતાં મુળ ગોંડલના હંસાબેન હરિલાલ વેકરીયા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાને પડોશી સમજુબેન વેકરીયા, જીજ્ઞેશ વેકરીયા અને હરિભાઇ વેકરીયાએ ઝઘડો કરી ગાળો દઇ લાકડી અને ઢીકા-પાટુનો માર મારી તેમજ પથ્થરનો ઘા કરી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં તાલુકાના પીએસઆઇ પી.એમ. રાઠવાએ હંસાબેનની ફરિયાદ પરથી ત્રણેય વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો. જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું હતું.

(12:44 pm IST)