રાજકોટ
News of Saturday, 24th October 2020

આકાશદિપમાં રાજેશભાઇ ખુંટનું બેભાન થઇ ગયા બાદ મોત

સંજયનગરના સોમાભાઇ ચોૈહાણનું થોરાળા સર્વોદય સોસાયટીમાં વેવાઇને ત્યાં બેભાન થતાં મૃત્યુ

રાજકોટ તા. ૨૪: મવડી દોઢસો ફુટ રીંગ રોડ પર રાધે હોટેલ પાછળ આકાશદિપ સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ પરષોત્તમભાઇ ખુંટ (ઉ.વ.૫૫) રાતે ત્રણેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયાએ એડી નોંધી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નિવૃત હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સ્વજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં જામનગર રોડ પર સંજયનગર-૨માં રહેતાં પીડબલ્યુડીના નિવૃત કર્મચારી સોમાભાઇ ચકુભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૯) થોરાળા ન્યુ સર્વોદય-૨માં વેવાઇ ધીરૃભાઇ માવજીભાઇ પરમારના ઘરે બેસવા આવ્યા હોઇ અહિ જમ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇએ થોરાળા પોલીસને જાણ કરતાંહેડકોન્સ. ભરતભાઇ સોલંકીએ જરૃરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

કિશોરભાઇ ધનરાજનું પણ બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં જામનગર રોડ નવકાર એપાર્ટમેન્ટ નાગેશ્વર સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ છોટાલાલ ધનરાજ (ઉ.વ.૬૫)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હેડકોન્સ.પંકજભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના ઘેલુભાઇ શિયારે જરૃરી કાર્યવાહી કરી હતી.

(12:44 pm IST)