રાજકોટ
News of Saturday, 24th October 2020

કોરોનાને તમારા પર હાવી થવા દેશો તો વધુ હેરાન થશોઃ ધ્રુવી પટેલ

રાજકોટ :રોગથી વધુ રોગ નો ડર મનુષ્ય માટે ઘાતક સાબિત થાય છે, પણ જો મનુષ્યનું આત્મબળ મજબૂત હોય તો કોઈ પણ રોગ પરાસ્ત થઈ જાય, આવા જ મજબૂત મનોબળના વ્યકિત એટલે ધ્રુવીબેન પટેલ જેમણે તાજેતરમાં કોરોનાને પરાસ્ત કર્યો છે.

કોલેજના પહેલા વર્ષનાં વિદ્યાર્થીની ધ્રુવીબેનને ન્યુમોનિયા થવાથી શરીરમાં તાવ અને કળતર થવા લાગી, તેથી તેઓ તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા માટે પહોંચી ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા, સ્થાનિક ડોકટરની સૂચના અનુસાર તેમને તરત સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા. પોતાની સારવારના અનુભવને વર્ણવતા તેઓ જણાવે છે કે, 'ન્યુમોનિયા થવાથી મારી તબિયત ખૂબ જ બગડી ગઈ હતી, તેમાંય મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એટલે પહેલા તો હું ડરી ગઈ, પણ ત્યાં કાર્યરત તબીબોએ મને માનસિક સધિયારો પૂરો પાડી મારા આત્મબળને મજબૂત કર્યું, તેમના કાઉન્સેલિંગથી મારુ આત્મબળ મજબૂત બન્યું, મેં નક્કી કરી લીધું કે મારે કોઈ પણ ભોગે કોરોનાને હરાવવો જ છે.

 

(12:43 pm IST)